Former cricketer Jacob Martin revealed about Yusuf Pathan and Krunal Pandya at Vadodara
  • Home
  • Baroda
  • પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને યુસુફ પઠાણ અને કૃણાલ પંડ્યા વિશે કર્યો ઘટસ્ફોટ, કારણ જાણી રહેશો દંગ

પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને યુસુફ પઠાણ અને કૃણાલ પંડ્યા વિશે કર્યો ઘટસ્ફોટ, કારણ જાણી રહેશો દંગ

 | 3:47 pm IST

વડોદરામાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને ઘટસ્ફોટ કર્યો છે. ક્રિકેટર જેકોબ માર્ટિને કહ્યું છે કે કેટલાક ક્રિકેટરોએ કોરા ચેક આપી મદદનો દેખાડો કર્યો છે. યુસુફ પઠાણ, કૃણાલ પંડ્યાએ ચેક આપવાની જાહેરાત કરી હતી. જેમાં ક્રિકેટરો માનવતા ભૂલ્યાનું જેકોબ માર્ટિનનું કહેવું છે. ક્રિકેટર જેકોબ માર્ટિન અકસ્માતમાં ગંભીર ઘાયલ થતા 1 માસથી હોસ્પિટલમાં હતા.

ઉલ્લેખનિય છે કે શહેરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનાર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2થી 3 લાખની મદદ કરી હતી. આ ઉપરાંત રવિ શાસ્ત્રી, વિરાટ અને કૃણાલે પણ મદદ કરવા તૈયારી બતાવી હોવાનું જાણવા મળ્યું હતુ.

શહેરના નટુભાઇ સર્કલ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિનને આર્થિક સહાય કરવા માટે પૂર્વ ક્રિકેટર્સ તબક્કાવાર આગળ આવતા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ જેકોબ માર્ટિનની મદદ આવ્યાં હતા.

સૌરવ ગાંગુલીએ જેકોબ માર્ટિનને 2થી 3 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હોવાનું બીસીએના સત્તાધીશો જણાવ્યું હતું. બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું હતું કે, સૌરવ ઉપરાંત રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી અને કૃણાલ પંડયાએ પણ જેકોબ માર્ટિનને મદદ કરવા તૈયારી બતાવી છે.

જેકોબ માર્ટિન લગભગ વર્ષ 1999માં સૌરવ ગાંગુલીની કેપ્નટશીપમાં વન-ડે મેચ રમ્યો હતો. બીજી તરફ, બરોડા ક્રિકેટ એસો. પણ જેકોબ માર્ટિનને ૩ લાખની સહાય કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન