Former Governor Malik's statement on the current situation in Jammu and Kashmir
  • Home
  • Featured
  • હું હતો ત્યારે આતંકીઓ શ્રીનગર સુધી પગ નહોતા મૂકી શકતા

હું હતો ત્યારે આતંકીઓ શ્રીનગર સુધી પગ નહોતા મૂકી શકતા

 | 6:27 pm IST
  • Share

  • જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર બોલ્યા સત્યપાલ મલિક
  • ચાલુ મહિનામાં આતંકીઓએ 11 લોકોને નિશાન બનાવ્યા
  • જમ્મુ કાશ્મીરમાંથી સ્થળાંતર કરી રહ્યા છે પરપ્રાંતિય લોકો

તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી ગઈ છે. આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને હાલમાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે આતંકી હુમલાને લઈને નિવેદન આપ્યું છે.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન આતંકી શ્રીનગર તો શું, શ્રીનગરની આસપાસ 50-100 કિમીના અંતર સુધી પણ પહોંચી શકતા નહોતા. તેમણે આગળ જણાવ્યું કે, ત્યારે કોઈ પણ આતંકી શ્રીનગરની સીમામાં પ્રવેશ કરી શકતો નહોતો, પરંતુ આજે શ્રીનગરમાં આતંકીઓ ગરીબોની હત્યા કરી રહ્યા છે.

સત્યપાલ મલિકે આને દુ:ખદ ગણાવ્યું. નોંધનિય છે કે, સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના છેલ્લા રાજ્યપાલ પણ છે. સત્યપાલ મલિકના કાર્યકાળમાં જ ધારા 370 હટાવવામાં આવી હતી. સત્યપાલ મલિકના કાર્યકાળમાં જ જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતુ અને લેહ-લદાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

આતંકી ઘટનામાં વધારો થયો

નોંધનિય છે કે હાલમાં આતંકીઓ બીજા રાજ્યમાંથી આવેલા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અત્યાર સુધીમાં 29 લોકોની હત્યા કરી ચૂક્યા છે. ફક્ત આ જ મહિનામાં આતંકીઓ અત્યાર સુધીમાં 11 લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો