Former IAS Shah Faisal is also under PSA after Omar-Mehbooba
  • Home
  • Featured
  • મહેબૂબા-ઉમર બાદ કાશ્મીરમાં વધુ એક નેતા પર PSA લાગૂ, રહેશે નજરકેદમાં!

મહેબૂબા-ઉમર બાદ કાશ્મીરમાં વધુ એક નેતા પર PSA લાગૂ, રહેશે નજરકેદમાં!

 | 1:17 pm IST

પૂર્વ IAS ઓફિસર અને જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફૈઝલ પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં શાહ સહિત અત્યાર સુધીમાં 8 નેતાઓ પર પીએસએ લગાવવામાં આવ્યો છે. બ્યૂરોક્રેટમાંથી નેતા બનનાર ફેઝલની 14 ઓગસ્ટ, 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હીત. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તેઓને ઘરમાં રાખવામાં આવે કે એમએલએ હોસ્ટ સબજેલમાં રાખવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાના બાદથી અત્યાર સુધી 8 લોકો પર પીએસએ લગાવવામાં આવી ચૂક્યો છે. અત્યાર સુધી જે લોકો પર પીએસએ લગાવાયો છે, તેમાં રાજ્યના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પણ સામેલ છે.

પીએસએ અંતર્ગત કેદ કરવામા આવેલ અન્ય લોકોમાં અલી મોહમ્મદ સાગર, સરતાજ મદની, હિલાલ અને નઈમ અખ્તર સામેલ છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે શુક્રવારે પીએસએ અંતર્ગત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારનારી તેની બહેન સારા અબ્દુલ્લા પાયલટની અરજી પર જમ્મુ કાશ્મીર મેનેજમેન્ટે નોટિસ જાહેર કરી હતી. કોર્ટે J&K મેનેજમેન્ટને 2 માર્ચ સુધી જવાબ દાખલ કરવાનું કહ્યું છે.

શું છે PSA

પબ્લિક સિક્યોરિટી એકટ જમ્મુ-કાશ્મીરનો એક ખાસ કાયદો છે. તેને 1978મા ફારૂક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાએ લાગૂ કર્યો હતો. આ કાયદો કોઇપણ વ્યક્તિને Precautionary કસ્ટડીમાં લેવા સાથે જોડાયેલો છે. આ કાયદાની જોગવાઇ પ્રમાણે રાજ્ય સરકાર કોઇપણ વ્યક્તિની વિરૂદ્ધ કોઇપણ પ્રકારનો કેસ ચલાવ્યા વગર બે વર્ષ સુધી જેલમાં રાખી શકે છે. કહેવાય છે કે આ કાયદો દેશના બીજા ભાગમાં લાગૂ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) જેવો છે. પરંતુ NSA લાગૂ થવાના બે વર્ષ પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં PSA લાગૂ થઇ ચૂકયો હતો.

આ વીડિયો પણ જુઓ : ટ્રમ્પ એક દિવસ રાજકોટની મુલાકાતે આવે તેવી રાજકોટવાસીઓની માગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન