Former India U19 skipper and Saurashtra Cricketer Avi Barot died at 29
  • Home
  • Sports
  • Cricket
  • 29 વર્ષના ભારતીય ક્રિકેટરનું હાર્ટએટેકથી નિધન

29 વર્ષના ભારતીય ક્રિકેટરનું હાર્ટએટેકથી નિધન

 | 11:21 am IST
  • Share

  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને અવિ બારોટના નિધનની માહિતી આપી

  • અવિ બારોટ ગુજરાત અને હરિયાણા માટે ક્રિકેટ રમતા હતા

  • અવિ બારોટનું હાર્ટએટેકથી નિધન

ભારતના પૂર્વ અંડર-19 કેપ્ટન અને 2019-20 સીઝનમાં રણજી ટ્રોફી જીતનાર ટીમના સભ્ય અવિ બારોટનું 29 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટ આવતા આ વિકેટકીપરનું નિધન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સમાચારથી ક્રિકેટ વર્લ્ડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ તમામ લોકોએ દુ:ખ વ્યકત કર્યું છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને માહિતી આપી હતી કે હરિણાણા અને ગુજરાત માટે પણ ક્રિકેટ રમનાર અવિ બારોટનું શુક્રવાર હાર્ટ એટેકથી નિધન થયું. યુવા ક્રિકેટરના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને શોક વ્યકત કર્યો છે. SCAના ચેરમેન જયદેવ શાહે અવી બારોટને શ્રધ્ધાંજલિ આપી છે.

અવિ બારોટની કેરિયર

અવિ બારોટ એક સારે વિકેટકીપર પણ હતા. આ સિવાય તેઓ ઓફ બ્રેક બોલિંગ પણ કરી લેતા હતા. તેમણે પોતાની કેરિયરમાં 38 ફર્સ્ટ કલાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 સ્થાનિક T20 મેચ રમ્યા. તેમણે પોતાની ફર્સ્ટ કલાસ કેરિયરમાં 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ એ મુકાબલામાં 1030 રન અને સ્થાનિક T20માં 717 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રે જ્યારે 2019-20 સીઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યા હતા. તો અવિ બારોટ તેનો હિસ્સો હતા. સૌરાષ્ટ્ર માટે તેમણે 21 રણજી ટ્રોફી મુકાબલો, 17 લિસ્ટ એ મેચ અને 11 સ્થાનિક T20 મેચ રમ્યા હતા.

ભારતના પૂર્વ અંડર 19 કેપ્ટન રહી ચૂકેલા અવિ બારોટ 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીતનાર સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો હિસ્સો રહ્યા હતા. આ સિવાય તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધત્વ કરી ચૂકયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો