former Indian cricketer navjot singh daughter rabia sidhu Instagram photos
  • Home
  • Featured
  • નવજોત સિંહ સિદ્ધુની પુત્રી છે ખુબજ ફેશનેબલ બોલિવુડની અભિનેત્રીઓને આપી રહી છે ટક્કર

નવજોત સિંહ સિદ્ધુની પુત્રી છે ખુબજ ફેશનેબલ બોલિવુડની અભિનેત્રીઓને આપી રહી છે ટક્કર

 | 8:15 am IST

ક્રિકેટ હોય કે પછી ફિલ્મો કલાકારો અને સેલિબ્રિટીઓના પ્રશંસકો હંમેશા એ જાણવા આતુર રહે છે કે તેમના જીવનમા શું ચાલે છે તેમના બાળકો ક્યા અભ્યાસ કરે છે તેમનુ સોશિયલ નેટવર્કિદ કેવુ છે. આમ જોવા જઈએ તો બોલિવુડ અને ક્રિકેટને એક બીજા સાથે ખુબજ ખાસ સંબંધ રહ્યો છે.

એક સમયે ક્રિકટેર તરીકે ખુબજ પ્રશંસા મેળવી ચુકનાર અને ત્યારબાદ ટીવી ક્ષેત્રે નામના કરનાર નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા એ સેલિબ્રિટીમાં સમાવેશ પામે છે જે હંમેશા ચર્ચામાં રહે છે. રાબિયા હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. હાલ તેની લેટેસ્ટ તસવીરોએ ધુમ મચાવી છે.

રાબિયાએ ગ્રીન અને બ્લેક પ્રિન્ટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીર શેર કરી છે. રાબિયા સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેનફોલોઇંગ ધરાવે છે. ઈન્સ્ટાગ્રામ પર રાબિયાના 42.1k ફોલોઅર્સ છે. રાબિયા તેના પેટ ડોગ સાથે પણ અવાર નવાર જોવા મળે છે.

કેમેરાની સામે રાબિયા ફિલ્મ જગતની કોઈ દીવા જેવી લાગે છે. રાબિયા ફેશન ડિઝાઈનર છે. રાબિયા ગજબની ફેશન સેન્સ ધરાવે છે. રાબિયાએ સિંગાપુરમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કર્યો છે. રાબિયા દેખાવમાં જેટલી ખુબસુરત છે તેટલી જ એક્ટિંગ કરવામાં રસ ધરાવે છે. રાબિયા બોલિવુડમાં ક્યારે ડેબ્યુ કરશે તે અંગે ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન