former indian pacer amit bhandari assaulted during under 23 cricket
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ ટીમમાં પસંદગી ના થતા ખેલાડીએ ચીફ સિલેક્ટરને દોડાવી-દોડાવીને ધોયા

ક્રિકેટ ટીમમાં પસંદગી ના થતા ખેલાડીએ ચીફ સિલેક્ટરને દોડાવી-દોડાવીને ધોયા

 | 5:46 pm IST

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ડીડીસીએના વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી પર સોમવારે અંડર-23 ટીમના ટ્રાયલ દરમિયાન અજાણી વ્યક્તિઓએ હુમલો કર્યો છે.

ભંડારીને માથા અને કાન પર ઇજાઓ થઈ છે. અને તેમને તેમના સાથી સુખવિંદર સિંઘ સિવીલ લાઇન્સ પર આવેલ શ્રી પરમાનંદ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે. દિલ્હી અને જીલ્લા ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ રજત શર્માએ જણાવ્યું હતું કે દોષીઓને છોડવામાં આવશે નહીં.

જ્યારે આ હુમલો અમિત ભંડારી પર થયો ત્યારે તે દિલ્હીના સેન્ટ સ્ટીફન મેદાન મોરી ગેટમાં હાજર હતા. ભંડારી અહીં અંડર-23 ટી20 ટુર્નામેન્ટ માટે ચાલી રહેલ ટ્રાયલ માટે આવ્યા હતા.

આ ટ્રાયલ પછી ટી20 ટીમની પસંદગી કરવાની હતી. એવો આક્ષેપ છે કે આ પસંદગીમાં કોઈ ખેલાડી પસંદ ન થયો હોય, જેથી તેણે ગુસ્સે થઈને, અમિત ભંડારી પર તેના સાથીઓ સાથે હોકી-લાકડી અને ડંડાથી હુમલો કર્યો છે.

આ હુમલામાં 4-5 છોકરાઓ સામેલ હતા. આ દરમિયાન ટ્રાયલ મેચ બંધ કરવી પડી હતી. જ્યારે હુમલાને રોકવા માટે મેચમાં ભાગ લેનારા ખેલાડીઓ વચ્ચે પડ્યા ત્યારે તેમને ખેલાડીએ ગોળી મારવાની ધમકી પણ આપી હતી.

રજત શર્માએ જણાવ્યું છે કે અમે ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. જ્યાં સુધી અમારી જાણકારી છે ત્યાં સુધી પસંગી ના થનાર ખેલાડીનું આ કારસતાન હોઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અને તપાસ કરી રહી છે. ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કરી દેવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન