Former IPS Sanjiv Bhatt's controversial comment on Lord Hanuman and Sita
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના પૂર્વ IPS અધિકારીએ હિંદુ દેવી-દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી

ગુજરાતના પૂર્વ IPS અધિકારીએ હિંદુ દેવી-દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી

 | 7:26 pm IST

ગુજરાતના સસ્પેન્ડ કરવામાં આવેલા IPS ઓફિસર સંજીવ ભટ્ટએ વિવાદ સાથે જાણે જુનો નાતો છે. સજીવ ભટ્ટ હંમેશા કોઈને કોઈ વિવાદમાં ફસાતા જ રહે છે. હવે તેઓ હિંદુ દેવી-દેવતાને લઈને વિવાદમાં સપડાયા છે.

તેમણે હનુમાનજીની ખુબ ચર્ચિત તસવીર પોસ્ટ કરીને એક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેઓ સોશિયલ નેટવર્કિંગ સાઈડ ટ્વિટર ખુબ ટ્રોલ થયાં હતા અને ખરીખોટી સંભળાવી. જો કે સંજીવ ભટ્ટે ટ્વિટ ટીકાકારોને ટ્વિટ કરી વળતો જવાબ પણ આપ્યો હતો.

સંજીવ ભટ્ટ ગુજરાત કેડરના 1988ની બેચના IPS અધિકારી છે. 2011માં તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેઓ છાશવારે મોદી સરકાર વિરુદ્ધની પોતાની ટ્વિટના કારણે ચર્ચામાં રહે છે. મોદી સરકાર વિરૂદ્ધ બોલતા બોલતા હવે તે હિંદુ દેવી દેવતા પર પોસ્ટ કરીને ચર્ચામાં આવ્યાં છે. સંજીવ ભટ્ટે હનુમાનજીની એક ચર્ચિત તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, શું સીતા આ હનુમાન સાથે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરત?

ભટ્ટની આ ટ્વિટ બાદ ટ્વિટર પર લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો. અનેક યૂઝરે કહ્યું કે, એક માતા પોતાના પુત્ર સાથે હંમેશા સુરક્ષિત મહેસૂસ કરે છે. કેટલાક યૂઝર્સે સંજીવ ભટ્ટ વિરુદ્ધ આકરી કાર્યવાહીની માગણી કરી. પત્રકાર માનક ગુપ્તાએ તેનો જવાબ આપતા કહ્યું કે, લંકાનો કિલ્લો ભેદીની સીતા માતાને સુરક્ષિત મહેસૂસ કરાવવા માટે આ જ હનુમાનની જરૂર હતી. સીતાજીએ કેવું મહેસૂસ કર્યું, તે ટ્વિટર પર નહીં, રામાયણ વાંચીને કે પછી ટીવી સીરિઝ જોઈને ખબર પડશે. હનુમાનજીનું આ રૌદ્ર સ્વરૂપ રાવણ જેવા રાક્ષસોને ડરાવવા માટે હતું. તમને કેમ ડર લાગી રહ્યો છે?

સંજીવ ભટ્ટ ટ્વિટર પર ખુબ જ ટ્રોલ થઈ રહ્યાં છે. તેમની ભારે ટીકા કરવામાં આવી રહી છે. પરંતુ તેમણે ટ્વિટર દ્વારા જ વળતો જવાબ આપ્યો છે. સંજીવ ભટ્ટે લખ્યું કે, તેમને આ બધી વાતોથી કોઈ જ ફરક પડતો નથી. આથી તેઓ કોઈનો જવાબ આપવા માંગતા નથી.

સંજીવ ભટ્ટને 2015માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. ભટ્ટની પત્ની કેશુભાઈ પટેલની પાર્ટીમાંથી એકવાર ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડી ચૂકી છે. જો કે હારી ગઈ હતી. 2002ના રમખાણો મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો માંડી ચર્ચામાં આવ્યાં હતાં.