મહારાષ્ટ્ર ATSના ભૂતપૂર્વ ચીફ અને IPS ઓફિસર હિમાંશુ રૉયની આત્મહત્યા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 67.9900 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહારાષ્ટ્ર ATSના ભૂતપૂર્વ ચીફ અને IPS ઓફિસર હિમાંશુ રૉયની આત્મહત્યા

મહારાષ્ટ્ર ATSના ભૂતપૂર્વ ચીફ અને IPS ઓફિસર હિમાંશુ રૉયની આત્મહત્યા

 | 3:00 pm IST

મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી, મહારાષ્ટ્ર ATSના ભૂતપૂર્વ પ્રમુખ અને એડિશનલ જનરલ ઓફ પોલીસ આત્મહત્યા કરી લીધી છે. હિમાંશુ રૉય 1988 બેચના આઈપીએસ અધિકારી હતાં. રૉયે મુંબઈમાં પહેલી સાઈબર ક્રાઈમ સેલની સ્થાપના કરી હતી.

હિમાંશુ રૉયે સર્વિસ રિવલ્વૉરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ખુબ જ કડક પોલીસ અધિકારી તરીકે જાણીયા રૉય લાંબા સમયથી બ્લડ કેંસરથી પીડિત હતાં.

આઈપીએલની સટ્ટેબાજી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાના અભિયાનમાં રૉયની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. હિમાંશુ રૉયની આત્મહત્યાથી મુંબઈ પોલીસ બેડામાં સન્નાટો મચી જવા પામ્યો છે.

આ મામલે હજી સુધી હિમાંશુ રૉયના પરિજનો તરફથી કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી. હાલ તેમના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવી રહ્યું છે. રૉયના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિમારીના કારણે તેઓ સતત ડિપ્રેશન હેઠળ હતાં.

રૉય પોતાની ફિટનેશ પર ખાસ ધ્યાન આપતાં હતાં. તેઓ એક કડક પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા હતાં. પડછંદ શરીર શેષ્ઠવ ધરાવતા IPS અધિકારીની આત્મહત્યાથી સૌકોઈ આશ્વર્ય પામ્યું છે.