Former Mumbai Police Commissioner Parambir Singh has been suspended
  • Home
  • India
  • મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર સરકારની મોટી કાર્યવાહી

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર સરકારની મોટી કાર્યવાહી

 | 7:39 pm IST
  • Share

  • પરમબીર સિંહને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા

  • પૂર્વ પોલીસ કમિશનરે અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યો હતો

  • હોસ્પિટલમાંથી રજા મળતા જ ઉદ્ધવ ઠાકરેએ કરી કાર્યવાહી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને હાલના હોમગાર્ડ ડીજી પરમબીર સિંહને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે નોંધાયેલા કેસ અને સેવા નિયમોના ઉલ્લંઘનને કારણે રાજ્ય સરકારે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. પરમબીર સિંહની સાથે જ બીજા કેસના આરોપી અધિક પોલીસ અધિક્ષક પરાગ મનેરેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પરાગ મનેરે પરમબીર સિંહના નેતૃત્વમાં થાણે અને મુંબઈમાં ડીસીપી હતા. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કરોડરજ્જુની સર્જરી કરાવ્યા બાદ જ્યારે 12 નવેમ્બરે ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તે જ દિવસે સસ્પેન્શન ઓર્ડરને મંજૂર કરવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની ભૂલોમાં ફરજમાંથી અનધિકૃત ગેરહાજરીનો પણ સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સિંહ મહારાષ્ટ્ર હોમગાર્ડના વડા તરીકે નિયુક્ત થયા પછી છેલ્લા છ મહિનાથી ઉપસ્થિત થયા નથી. તેમણે જણાવ્યું કે તબિયતના આધારે તેને 29 ઓગસ્ટ સુધી રજા આપવામાં આવી હતી, પરંતુ તે પછી પણ તે ફરજ પર આવ્યા ન હતા.

અનિલ દેશમુખ પર લગાવ્યો હતો વસુલીનો આરોપ

માર્ચમાં જ્યારે તેમને એન્ટિલિયા બોમ્બ કાંડની ઘટના બાદ મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા, ત્યારે તેમણે રાજ્યના તત્કાલિન ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપો લગાવ્યા હતા. તેમણે દેશમુખ પર આરોપ મૂક્યો હતો કે તેણે પોલીસ અધિકારીઓને મુંબઈમાં રેસ્ટોરાં અને બારમાંથી મહિને 100 કરોડ રૂપિયા લેવાનું કહ્યું હતું, જે આરોપોને દેશમુખે નકારી કાઢ્યા હતા. આ આરોપોની તપાસ કરી રહેલા તપાસ પંચે સિંહને તેમનું નિવેદન નોંધવા હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ મે મહિનાથી સંપર્કથી દૂર રહેલા સિંહ ગયા મહિને જ હાજર થયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો