Former Pak PM Nawaz Sharif's wife wears a crore lehenga at the wedding
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાક.ના પૂર્વ PM શરીફના પરિવારની વહુએ લગ્નમાં પહેર્યો કરોડોનો લહેંગો

પાક.ના પૂર્વ PM શરીફના પરિવારની વહુએ લગ્નમાં પહેર્યો કરોડોનો લહેંગો

 | 11:28 pm IST
  • Share

ફેશન ડિઝાઈનર સબ્યાસાચીના કપડાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મોટાભાગના સેલિબ્રિટીઓ તેમના લગ્નમાં સબ્યસાચીના લહેંગા પહેરવાનું પસંદ કરે છે. સબ્યાસાચી લહેંગાની પાકિસ્તાનમાં પણ માંગ છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના પૌત્ર જુનેદ સફદરે 22 ઓગસ્ટના રોજ આયશા સૈફ ખાન સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં આયેશાએ સબ્યાસાચીનોં લહેંગા પહેર્યો હતો. જુનૈદ અને આયેશાએ લંડનમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. જુનૈદ નવાઝ શરીફનો પૌત્ર અને મરિયમ નવાઝનો પુત્ર છે. આ લગ્ન લક્ઝુરિયસ લેન્સબરો હોટલમાં યોજાયા હતા. તેના લગ્નમાં આયેશાએ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલ ખૂબ જ સુંદર લેહંગો પહેર્યો હતો. આયેશા પાવડર ગુલાબી ફ્લોરલ બ્લાઉઝ અને ઝરી બોર્ડરથી સજ્જ લેહંગામાં અદભૂત દેખાતી હતી. આ લેહંગા પર મોતી અને સિક્વિન્સનું કામ કરવામાં આવ્યું હતું. આ લહેંગાની કિંમત અંદાજીત રૂપીયા 3 કરોડ હોવાનું માનવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો