Former PM Atal Bihari Vajpayee Passes Away
  • Home
  • Featured
  • જાણો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારના સમય અને સ્થળ વિશે

જાણો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારના સમય અને સ્થળ વિશે

 | 7:12 pm IST

લાંબી બિમારી બાદ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે સાંજે 5:30 વાગ્યે 93 વર્ષની જૈફ વયે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. વાજપેયીને યૂરિન ઈન્ફેકશન અને કિડની સંબંધીત મુશ્કેલીઓ ઉભી થતા ગત 11 જુનના રોજ એમ્સમાં રાખલ કરવામાં આવ્યાં હતાં. ડાયાબિટિસનો શિકાર વાજપેયીની માત્ર એક જ કિડની કામ કરતી હતી.

અટલજીનો નશ્વરદેહ એમ્સ હોસ્પિટલથી તેમના કૃષ્ણા મેનન માર્ગ સ્થિત નિવાસસ્થાને લઈ જવાઈ રહ્યો છે. આજે રાતે અટલજીના નિવાસ સ્થાને જ તેમનો નશ્વરદેહ રાખવામાં આવશે.

આવતીકાલે શુક્રવારે રાજધાની દિલ્હીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આવતીકાલે સાંજે 5 કલાકે અંતિમ સંસ્કાર કરાશે. તે અગાઉ સવારે 9 કલાકે નશ્વરદેહને ભાજપ કાર્યાલય લઈ જવામાં આવશે.

વાજપેયીના નશ્વરદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. ત્યાર બાદ બપોરે 1.30 કલાકે અટલજીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા ભાજપ કાર્યાલયથી નિકળશે અને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ જશે. રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પાસે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.