હવે પોર્ન સ્ટારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરોદ્ધ કેસ કર્યો - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • હવે પોર્ન સ્ટારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરોદ્ધ કેસ કર્યો

હવે પોર્ન સ્ટારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરોદ્ધ કેસ કર્યો

 | 1:11 pm IST

પોર્ન સ્ટાર વિવાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો જાણે પીછો જ નથી છોડી રહ્યો. હવે એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી સ્ટેફની ક્લિફોર્ડે ડૉનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

સાથે જ સ્ટેફનીએ કેલિફોર્નિયાના જજ સમક્ષ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કરેલા બિન સ્પષ્ટિકરણ સમજુતીને પણ રદ્દ કરવાની માંગણી કરી છે.

સ્ટેફની ક્લિફોર્ડ ઉર્ફે સ્ટોમી ડેનિયલે દાવો કર્યો છે કે ડૉનાલ્ડ્ર ટ્રમ્પ અને તેની વચ્ચે એકવાર શારીરિક સંબંધ બંધાયા હતાં. તે ઉપરાંત ઘણો સમય તે બંનેની વચ્ચે સંબંધ રહ્યો હતો. પરંતુ ટ્રમ્પે પોતાના વકીલ મારફતે બંને વચ્ચે પ્રેમ-સંબંધ હોવાની વાતને નકારી દીધી હતી. સ્ટેફનીએ કરેલા કેસમાં પોતાનું મોં બંધ રાખવા માટે ટ્રમ્પના વકીલ કોહેને તેને ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

પોસ્નસ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ કરેલા કેસમાં કેલિફોર્નિયાના જજને વર્ષ 2016માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા દિવસ પહેલા જ તૈયાર કરવામાં આવેલા બિન-સ્પષ્ટિકરણ સમજુતી રદ્દ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. લોસ એન્જલસમાં નોંધાવવામાં આવેલા કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ સમજુતી ગેરકાયદેસર અને કોઈ જ પરિણામ વગરની છે. કારણ કે ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર જ કર્યા નથી.

ટ્રમ્પના વકીલ અગાઉ જ સ્વિકાર કરી ચુક્યા છે કે, તેમણે પોર્ન સ્ટારને સમજુતીના ભાગરૂપે 1,30,000 ડોલર આપ્યાં હતાં. તેમણે સ્ટેફ અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રેમ સંબંધો હોવાની વાતને પણ નકારી દીધી હતી.