Former President Nicolas Sarkozy sentenced to one year
  • Home
  • Featured
  • સરકારી લિમિટથી વધુ ખર્ચ કરવો ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિને પડ્યો ભારે

સરકારી લિમિટથી વધુ ખર્ચ કરવો ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિને પડ્યો ભારે

 | 7:12 pm IST
  • Share

  • કોર્ટે જ્યારે સજા સંભળાવી ત્યારે સરકોઝી ત્યાં હાજર નહોતા
  • Nicolas Sarkozy સામે ઘણા કેસ ચાલી રહ્યા છે
  • ગદ્દાફી પાસેથી લાખો યૂરો લીધા હોવાનો પણ આરોપ

રાષ્ટ્રપતિન ચૂંટણી પ્રચારમાં સરકારી લિમિટથી વધુ ખર્ચ કરવો ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી(Nicolas Sarkozy)ને ભારે પડ્યો છે. પેરિસની એક કોર્ટે 66 વર્ષીય સરકોઝીને 1 વર્ષની સજા ફટકારી છે.

જો કે જજે સરકોઝીને આ છૂટ આપી છે કે તે પોતાના ઘરે રહીને સજા પુરી કરી શકે છે. જો કે આ દરમિયાન તેમણે કેદીઓની જેમ એંકલ બ્રેસલેટ પહેરવી પડશે. આ મામલે સરકારી વકિલે તેમને 6 મહિનાની સજા અને 6 મહિનાની સ્થગિત સજાની માગ કરી હતી. જેનો કોર્ટે સ્વિકાર ન કર્યો.

તમને જણાવી દઈએ કે નિકોલસ સરકોઝી વર્ષ 2007થી લઈને 2012 સુધી ફ્રાંસના રાષ્ટ્રપતિ હતા. તે ફરી 2012માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હોલાન્દે સામે ઉભા રહ્યા હતા પરંતુ તે હારી ગયા. આ ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહત્તમ 19.5 મિલિયન યૂરોની લિમિટ નક્કી કરવામાં આવી હતી પરંતુ સરકોઝીએ 37 મિલિયન યૂરો ખર્ચ કર્યા હતા.

સરકારી વકીલોએ કહ્યું કે, સરકોઝીએ ચૂંટણી પ્રચાર માટે એક પીઆર ફર્મ હાયર કરી હતી. જેમણે તેમનું બધુ ઈલેક્શન મેનેજમેન્ટ સંભાળ્યું હતું. ચૂંટણી નજીક આવતા પહેલા તેમને ચેતવણી પણ આપી હતી તે તેમનો ચૂંટણી ખર્ચ મહત્તમ સીમા પાસે પહોંચી ગયો છે. તેમ છતા તેમણે ચૂંટણી રેલીઓ ચાલુ રાખી હતી. જેના કારણે તેનો ચૂંટણી ખર્ચ નક્કી કરેલી સીમા રેખાને પાર કરી ગયો.

નોંધનિય છે કે સરકોઝીને આ પહેલા પણ સજા થઈ ચૂકી છે. લગભગ 6 મહિના પહેલા એક જજને તેમણે લાંચ આપવાની કોશીશ કરી હતી. જેમા તે દોષીત સાબિત થયા હતા. આ મામલે તેમને એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જો કે બાદમાં અપીલ કોર્ટે જામીન આપતા 2 માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો