Vice President M Venkaiah Naidu arrives at AIIMS where former Prime Minister Atal Bihari Vajpayee is admitted
  • Home
  • Featured
  • AIIMSમાં અટલ બિહારી વાજપેયી, જાણો દિવસ દરમિયાનનો ઘટનાક્રમ

AIIMSમાં અટલ બિહારી વાજપેયી, જાણો દિવસ દરમિયાનનો ઘટનાક્રમ

 | 7:06 am IST

દિલ્હીની AIIMSમા દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્થિતિ નાજુક છે. એમ્સના ડૉક્ટરના મતે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે. પાર્ટી લાઇનથી હટી તમામ પક્ષના નેતાઓ વાજપેયીને મળવા માટે એમ્સ પહોંચી રહ્યા છે.  તેમના સ્વાસ્થ્યના તમામ અપડેટ અહીં…

– – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું છે કે, તેઓ વાજપેયીના નિધનને લઈને ખુબ જ દુ:ખી છે.

– ઈન્દિરા ગાંધીની સમાધિની બાજુમાં કરાશે અંત્યોષ્ઠી

– ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ 93 વર્ષની ઉંમરે નિધન.

– વાજપેયીના હાલચાલ પુછવા એમ્સ પહોંચ્યા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

– છત્તિસગઢ અને દેશ આખો તેમના (વાજપેયી) માટે પ્રાર્થના કરી રહ્યો છે. અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તે જલ્દી સાજા થઈ જાય અને તેમનું આયુષ્ય વધે : છત્તિસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ

– અટલ બિહારીની તબિયત જાણવા એમ્સ પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર.

– ભારત અને દેશની બહાર પણ લોકો અટલ બિહારી વાજપેયી માટે પ્રાર્થનાઓ કરી રહ્યાં છે. દેશ તેમને પ્રેમ કરે છે. રાજનેતાઓની વર્તમાન પેઢી તેમની પાસેથી પ્રેરણા લે છે : વાજપેયીના સલાહકાર રહી ચુકેલા અશોક ટંડન.
– વાજયેપીના હાલચાલ જાણવા એમ્સ પહોંચ્યા સામાજીક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી.

– કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અટલ બિહારી વાજપેયીને મળવા માટે AIIMS પહોંચ્યા.


– AIIMSની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ.
– એમ્સમાંથી બહાર નિકળ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ.


– એમ્સના ગેટ નંબર 2 સહિત તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત.
– એમ્સથી કૃષ્ણ મેનન માર્ગ સુધીનો રસ્તો ખાલી કરાવ્યો. SPG તૈનાત

  • વાજપેયી જી હોસ્પિટલમાં છે અને અમે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
  • ઝારખંડના 3.25 કરોડ લોકો અટલ જીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. મને આશા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થશે: ઝારખંડ સીએમ રઘુબર દાસ
  • વાજપેયીના પરિવારજનોને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા છે. એમ્સની તરફથી તેમના સ્વાસ્થ્ય પર હેલ્થ બુલેટિન ગમે તે ક્ષણે રજૂ થઇ શકે છે
  • પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્થિતિ અત્યંત નાજુક, એમ્સમાં અત્યારે ખૂબ જ હલચલ. પીએમ મોદી અટલજીની તબિયત પૂછી એમ્સમાંથી નીકળ્યા.
  • પીએમ નરેન્દ્ર મોદી એમ્સમાંથી નીકળ્યા બહાર, રાજનાથ સિંહે કહ્યું કે વાજપેયીની તબિયત નાજુકhttps://twitter.com/ANI/status/1030020733689311232
  • NSA અજીત ડોભાલ એમ્સ પહોંચ્યા, એમ્સમાં સુરક્ષાના ચાંપતો બંદોબસ્ત. મોટી સંખ્યામાં એનએસજી કમાન્ડો એમ્સની બહાર તૈનાત
  • ડૉકટરની ટીમ, પીએમ મોદીને પૂર્વ પીએમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી રહ્યા છે. હાલ વાજપેયીને વેન્ટિલેટર પર રખાયા છે
    કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, જિતેન્દ્ર સિંહ અને ભાજપના નેતા ભુપેન્દ્ર યાદવ, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ઘરની બહાર હાજર છે. વાજપેયી અત્યારે એમ્સમાં દાખલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે
  • મેં આજે તમામ કામ રદ કરી દીધા છે જેથી કરીને હું પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને મળી શકું. મને તેમની સાથે કામ કરવાની તક મળી છે. અમે ત્યારે તેમનું સમર્થન કર્યું જ્યારે તેમની સરકાર પડવા જઇ રહી હતી. તેમના કામ કરવાની રીત આજની સરકાર કરતાં ખૂબ જ અલગ હતી: પશ્ચિમ બંગાળ સીએમ, મમતા બેનર્જી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ફરી એમ્સ પહોંચ્યા. વહેલી સવારે પણ અમિત શાહ એમ્સ પહોંચ્યા હતાhttps://twitter.com/ANI/status/1030008152429752321
  • રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે એમ્સ પહોંચ્યા, ભાજપના મોટાભાગના નેતાઓ એમ્સ પહોંચ્યા છે
  • મધ્યપ્રદેશના યુવા કૉંગ્રેસ નેતા શાકિર ખાને ગ્વાલિયરની દરગાહ પર અટલ બિહારી વાજપેયીની તબિયત માટે પ્રાર્થના કરી ચાદર ચઢાવી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત માટે દેશભરમાં હવન-પ્રાર્થના થવા લાગી છે
  • પીએમ મોદી થોડીક ક્ષણમાં પહોંચશે એમ્સ. ભાજપે આજના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. વાજપેયીના ઘર બહાર સુરક્ષા વધારી દીધી છે.
  • વાજપેયીની તબિયત જાણી દુખ થયું. અમે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ: આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ
  • દિલ્હીના સીએમ કેજરીવાલ, મનીષ સિસોદિયા સાથે એમ્સ પહોંચ્યા
  • લખનૌની એનડી કોન્વન્ટ પબ્લિક સ્કૂલમાં અટલ બિહારી વાજપેયી માટે પ્રાર્થના થઇ રહી છે

  • AIIMSની તરફથી અત્યારે ફીર એક વખત પ્રેસ રીલીઝમાં જણાવાયું હતું કે તેમની તબિયત ખૂબ જ નાજુક છે. આજે ભાજપાએ તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.

  • આજે વહેલી સવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પૂર્વ વડાપ્રધાનની તબિયત જોવા માટે પહોંચ્યા. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા, લાલકૃષ્ણ અડવાણી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ એમ્સ પહોંચ્યા છે. વાજપેયીના તમામ સગાસંબંધીઓને એમ્સ બોલાવી લેવામાં આવ્યા છે.
  • આની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AIIMS પહોંચીને ભાજપના શિખર પુરુષની તબિયત જાણી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે સાંજે 7.15 વાગ્યે AIIMS પહોંચ્યા હતા. અંદાજે 10 મિનિટ સુધી હોસ્પિટલમાં રોકાયા હતા અને ડૉકટરને મળી વાજપેયીની તબિયત જાણી હતી. તેમની પહેલાં ગઇકાલે બપોરે ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની પણ AIIMS પહોંચ્યા હતા અને વાજપેયીની તબિયત પૂછી હતી.
  • ગઇકાલે રાતે એમ્સ એ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છેલ્લાં 9 સપ્તાહથી AIIMS માં દાખલ છે. છેલ્લાં 24 કલાકમાં દુર્ભાગ્યથી તેમની તબિયત વધુ બગડી છે. તેમની સ્થિતિ નાજુક છે અને તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે.
  • વાજપેયીને કિડનીની નળીમાં ઇન્ફેકશન, મૂત્રનળીમાં ઇન્ફેકશન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ બાદ 11 જૂનના રોજ AIIMSમાં દાખલ કરાયા. સૂત્રોએ કહ્યું કે તેમની તબિયત અત્યંત ગંભીર છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા છે અને સીએન ટાવર સ્થિત આઇસીયુમાં ડૉકટરોની એક ટીમ તેમનું સતત ધ્યાન રાખી રહી છે. ડાયાબીટીસનો શિકાર 93 વર્ષના ભાજપના નેતાની એક જ કિડની કામ કરે છે. 2009માં તેમને સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમની વિચારક્ષમતા ધીમેધીમે નબળી પડતી ગઇ. ત્યારબાદ તેઓ ડિમેંશિયાથી પીડાતા ગયા. જેમ-જેમ તબિયત લથડવા લાગીતેમ-તેમ  તેમણે જાતે જ ધીમે-ધીમે પોતાને જાહેર જીવનથી દૂર કરી દીધા.
  • વાજપેયી 3 વખત વડાપ્રધાન રહ્યા. તેઓ પહેલી વખત 1996માં વડાપ્રધાન બન્યા અને તેમની સરકાર માત્ર 13 દિવસ સુધી રહી. 1998ની સાલમાં તેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા, ત્યારે તેમની સરકાર 13 મહિના સુધી ચાલી હતી. 1999માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. 5 વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરનાર તેઓ પહેલાં બિનકૉંગ્રેસી વડાપ્રધાન છે.