Former Rashtriya Janata Dal (RJD) MP Mohammad Shahabuddin’s nephew shot dead in Bihar
  • Home
  • India
  • આરજેડીના પૂર્વ સાંસદ શહાબુદ્દીનના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરાઇ

આરજેડીના પૂર્વ સાંસદ શહાબુદ્દીનના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરાઇ

 | 11:46 pm IST

બિહારના સીવાન જિલ્લામાં શુક્રવારે આરજેડીના પૂર્વ બાહુબલી સાંસદ શહાબુદ્દીનના ભત્રીજા યુસુફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાકાંડને પગલે હાલ જિલ્લામાં ભારે ગરમા ગરમીનો માહોલ સર્જાયો છે. યુસુફને ગોળી વાગ્યા બાદ તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

જ્યારે હત્યાનું કારણ હજી પણ અકબંધ છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રદેશમાં આરોપીઓની ધરપકડ કરવા માટે ઠેરઠેર રેડ કરવામાં આવી રહી છે. હજી સુધી પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી નથી. બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ આ મામલે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે અને જલ્દીથી આ આરોપીઓને પકડી લેવામાં પોલીસને સફળતા મળશે.

સીવાન જિલ્લાના બાહુબલી અને આરજેડીના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનના ચર્ચિત તેજાબ કાંડ બાદ તેમને દિલ્હીની તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમને નીચલી કોર્ટ દ્વારા ઉમર કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે તેને પડકારવા માટે નેતાએ પટના હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેમને કોઇપણ જાતની રાહત મળી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન