Former SC Judge PC Ghose Likely to Be India's First Lokpal
  • Home
  • Featured
  • જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ બનશે દેશના પહેલા લોકપાલ, પસંદગી સમિતિએ નક્કી કર્યું નામ

જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ બનશે દેશના પહેલા લોકપાલ, પસંદગી સમિતિએ નક્કી કર્યું નામ

 | 5:04 pm IST

આગામી ટૂંક જ સમયમાં દેશને પહેલા લોકપાલ મળવા જઇ રહ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષને દેશના પહેલા લોકપલ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગાઇ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને મુકુલ રોહતગીની સમિતિ દ્વારા તેમના નામની પસંદગી કરવામાં આવી છે. આ મામલે સોમવારે સત્તાવાર જાહેરાત થઇ શકે તેમ છે.

આ પસંદગી સમિતિમાં લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના સભ્ય મલ્લિકાર્જુન અખડે પણ સભ્ય છે, પરંતુ તેઓ આ પ્રક્રિયામાં સામેલ થયા ન હોતા. પ્રાપ્ત અહેવાલ મુજબ જસ્ટિસ ઘોષની પસંદગીને લઇને તૈયાર કરવામાં આવેલી ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે લોકપાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવા માટે બનાવવામાં આવેલી સંસ્થા છે. આ કમિટિમાં એક ચેરમેન, એક ન્યાયિક સદસ્ય અને એક ગેર ન્યાયિક સદસ્ય હોય છે.

જણાવી દઇએ કે આ મામલે મલ્લિકાર્જુન ખડગએ લોકપાલ પસંદગી સમિતિમાં હાજર રહેવાની સરકારના આમંત્રણને આ વખતે સાતમી વખત બાયકોટ કરતા જણાવે છે કે આ મામલે આ પ્રકારની કોઇપણ સમિતિમાં સામેલ થવાનો તેમનો વિચાર નથી.

માનવ અધિકાર આયોગના સદસ્ય છે જસ્ટિસ પી સી ઘોષ

પી સી ઘોષ સુપ્રીમ કોર્ટના જજ તરીકે મે 2017માં નિવૃત થયા હતા, હાલ તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સદસ્ય છે. પી સી ઘોષ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની સહયોગી રહી ચૂકેલી શશિકલાને આવક કરતા વધારે સંપત્તિને લઇને દોષી જાહેર કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન