Former TDP MP Shiv Prasad passed away
  • Home
  • Photo Gallery
  • તમામ નેતાના મુખે હાસ્ય લાવનારા અલગ-અલગ વેશભૂષાધારી સાંસદની ચીરવિદાય

તમામ નેતાના મુખે હાસ્ય લાવનારા અલગ-અલગ વેશભૂષાધારી સાંસદની ચીરવિદાય

 | 3:36 pm IST

તેલુગુ દેશમના પુર્વ સાંસદ એન.શિવપ્રસાદનું શનિવારે અવસાન થયું હતું. તેઓ ઘણા દિવસથી બિમાર હતા.ચેન્નાઇ ખાતે એપોલો હોસ્પિટલમાં તેમને સારવાર અપાઇ રહી હતી. આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગણી સાથે આ પુર્વ સાંસદ ક્યારેક નારદ તો ક્યારેક સુદામા બનીને આવતા હતા અને તેથી જ સંસદમાં ખુબ જાણીતા હતા.

આંધ્રના પુર્વ મુખ્યપ્રધાન અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબૂ નાયડૂએ એન.શિવપ્રસાદના અવસાનને મુદ્દે શોક જાહેર કર્યો છે. નાયડુએ જણાવ્યું છે કે એન.શિવપ્રસાદ તેમના મિત્ર જેવા હતા. આંધ્રને વિશેષ દરજ્જો અપાવવા તેમણે કરેલા સંઘર્ષને યાદ રાખવામાં આવશે. તે ઉપરાંત આંધ્રના ભાગલાને મુદ્દે પણ તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.ચંદ્રાબાબૂ નાયડૂએ જણાવ્યું હતું કે શિવપ્રસાદના અવસાનને કારણે માત્ર ચિત્તુર ક્ષેત્રને જ નહીં પણ સમગ્ર આંધ્રપ્રદેશને મોટી ખોટ પડી છે.

નારામલ્લી શિવપ્રસાદ 2009માં ચિત્તુર લોકસભા બેઠકની ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. તેમણે સિનેમા ક્ષેત્ર પણ પ્રદાન કર્યું હતું. આંધ્રપ્રદેશના વિભાજનના વિરોધમાં સંસદમાં દેખાવો કરવા બદલ તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. તે પછી આંદ્રને વિશેષ દરજ્જાની માગણી સાથે તેમણે સંસદ સંકુલમાં બંધારણના ઘડવૈયા બી.આર. આંબેડકરનો પોશાક ધારણ કરીને દેખાવો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન