Former UP Chief Minister Akhilesh Yadav has become a troll on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અખિલેશ યાદવે મહાનવમી પર રામનવમીની શુભેચ્છા પાઠવતા થયા ટ્રોલ

અખિલેશ યાદવે મહાનવમી પર રામનવમીની શુભેચ્છા પાઠવતા થયા ટ્રોલ

 | 9:58 pm IST
  • Share

  • લોકોએ અખિલેશ યાદવને હિંદૂ ધર્મના જ્ઞાન અંગે ટ્રોલ કર્યા
  • કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ અખિલેશ જેવી ભૂલ કરી

 

શારદીય નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે મહાનવમી પર યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ રામનવમીની શુભકામના આપી બેઠા. આ ઉપરાંત કોંગ્રેસના નેતા આનંદ શર્મા પણ ટ્વિટર પર આ જ ભુલ કરી બેઠા. જો કે ટ્રોલ થયા બાદ અખિલેશ યાદવે ટ્વીટ ડિલિટ કરી નાખ્યું અને નવુ ટ્વીટ કરી મહાનવમીની શુભેચ્છા પાઠવી.

અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, તમને અને તમારા પરિવારને રામનવમીની અનંત મંગલકામનાઓ! જ્યારે લોકોએ તેમને આ ભૂલ માટે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કર્યું ત્યારે ખખિલેશે ટ્વીટ ડિલિટ કરવું પડ્યું. જો કે બાદમાં તેમણે ટ્વીટ ડિલિડ કરી નાખ્યું પરંતુ ત્યાં સુધીમાં તો તેના સ્ક્રીનશોટ બધે વાયરલ થઈ ચૂક્યા હતા.

એ જ રીતે આનંદ શર્માના ટ્વીટ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક તેમને ઈદ મુબારક કહીને છેડી રહ્યા છે અને કેટલાક તેમને ક્રિસમસની શુભેચ્છાઓ આપી રહ્યા છે.

હરિયાણાના હિસારના યુવા કોંગ્રેસ નેતાએ પણ આવી જ ભૂલ કરી હતી. કૃષ્ણ સત્રોદ નામએ તો ભગવાન રામના પોસ્ટર સાથે રામ નવમીની શુભેચ્છા પાઠવી છે.


હકિકતમાં રામનવમી ચૈત્ર નવરાત્રિમાં આવે છે. શારદીય નવરાત્રિમાં નવમીને મહાનવમી કહેવામાં આવે છે અને તે દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો