former-wife-lodges-rape-case-nri-husband-in-vadodara
  • Home
  • Baroda
  • વડોદરાના NRI યુવકને પૂર્વ પત્ની સાથે શારીરિક સંબંધ ભારે પડ્યો, જાણો શું આવ્યો અંજામ?

વડોદરાના NRI યુવકને પૂર્વ પત્ની સાથે શારીરિક સંબંધ ભારે પડ્યો, જાણો શું આવ્યો અંજામ?

 | 11:43 am IST

ગુજરાતના વડોદરામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પૂર્વ NRI પતિ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે તલાક પછી પણ અમેરિકાના કેલિફોર્નિયાનો રહેવાસી તેનો પૂર્વ પતિ અને પોતે એક વર્ષ સુધી સાથે રહેતા હતા.

ગુજરાતના વડોદરામાં એકાઉન્ટનું કામ કરનાર 46 વર્ષીય મહિલાએ ગત મહિને પોતાના પૂર્વ પતિ પર ફરીથી લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે.

જ્યારે, આરોપી NRI પતિએ પત્નીના તમામ આરોપોને નકારી દીધા છે. NRIનું કહેવું છે કે તેની પૂર્વ પત્નીને મારા બીજા લગ્નની જાણ થઈ ગઈ હતી. એટલા માટે આ લગ્ન રોકાવવા માટે મારા ઉપર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મહિલાની ફરિયાદ પર વડોદરા પોલીસે NRI યુવક વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે, ત્યારબાદ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની માંગણી કરી છે.

કોર્ટમાં મામલાની ગંભીરતાને જોતા પોલીસને તપાસના આદેશ આપ્યા છે. તેની સાથે આરોપીની ધરપકડ કરવાનો પણ આદેશ આપ્યો છે. જો કે, કોર્ટે બન્ને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મુદ્દે બન્ને પક્ષોમાં કોઈ સહમતિ બની શકી નહોતી.

પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, 1996માં તેના લગ્ન યૂએસના આ યુવક સાથે થયા હતા. લગ્ન પછી બન્ને લોકો અમેરિકાના કેલિફોર્નિયામાં રહેવા લાગ્યા હતા. વર્ષ 2007માં બન્નેને એક દિકરી પણ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા અને વર્ષ 2015માં બન્નેએ તલાક લેવાનો નિર્ણય કર્યો હતો.

મહિલાનો આરોપ છે કે તલાક પછી પણ તેના પૂર્વ પતિને તેના ઘરમાં રહેવા માટે મનાવી લીધા હતા. અને થોડાક દિવસ પછી પતિએ ફરીથી લગ્ન કરવાનો વાયદો કર્યો હતો.