Forthday and Friday in Navratri, offer white or yellow things as prasad
  • Home
  • Astrology
  • શુક્રવાર અને ચોથનો સંયોગ, માતાજીને ચઢાવો સફેદ કે પીળા રંગનો ભોગ

શુક્રવાર અને ચોથનો સંયોગ, માતાજીને ચઢાવો સફેદ કે પીળા રંગનો ભોગ

 | 8:40 pm IST

સામાન્ય રીતે નવ દિવસના નવરાત્રિમાં ત્રણ મહાશક્તિનો સમન્વય હોય છે. જેમાં મહાસરસ્વતિ, મહાલક્ષ્મી અને મહાકાળીને શક્તિ તરીકે માનવામાં આવે છે. માતાજીના જે સ્વરૂપો છે તેમાંથી પહેલાં ત્રણ દિવસ માતા મહાસરસ્વતિના સ્વરૂપે હોય છે. વચ્ચેના ત્રણ દિવસ એટલે કે (ચોથ, પાંચ,છઠ્ઠ) મહાલક્ષ્મી સ્વરૂપે હોય છે. જ્યારે અંતિમ ત્રણ દિવસ મહાકાળી સ્વરૂપે હોય છે. આ વખતે ચોથ અને શુક્રવારનો વિશેષ સંયોગ થયો છે.  તેથી આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ આરાધના કરવી જોઈએ. વળી માતાજીને મનગમતો સફેદ કે પીળા રંગનો પ્રસાદ ભોગ તરીકે ધરાવવો જોઈએ.

વિશેષ સંયોગ

આપણે આરતીમાં ગાઈએ છીએને ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા… તેથી ચોથના દિવસે મહાલક્ષ્મીનું વિશેષ પૂજન થાય છે. આ વખતે ચોથ અને પાછો શુક્રવાર છે. શુક્રવારે શુભ યોગ રવિયોગ પણ છે. સાથોસાથ ગુરુ ચંદ્ર ગજકેસરીયોગ પણ થયો છે. માટે આ શુક્રવાર ઉત્તમમાં ઉત્તમ છે. આ દિવસે મહાલક્ષ્મીની વિશેષ આરાધના કરવી જોઈએ. તેથી તેનું અતિ ખુબ  જ શુભ ફળ મળે છે. મહાલક્ષ્મીની અપાર થાય છે.

આપણા શાસ્ત્રમાં દેવી-દેવતાઓને ભોગ ચઢાવવાનો નિયમ છે. એવું કહેવામાં આવે છે કે દેવી-દેવતા અમારા ઘરમાં નિવાસ કરે છે તથા આપણે એમનું ઘરના સદસ્યના રૂપમાં ધ્યાન રાખવામાં આવે છે. જમવાથી લઈને સુવાનું અને આરામ કરવાનું ધ્યાન રાખવામાં આવે છે. લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. માતા લક્ષ્મીને સફેદ અને પીળા રંગની મિષ્ઠાન, કેસર-ભાત બહુ જ પસંદ છે.

માતા લક્ષ્મીને પ્રિય છે સફેદ અને પીળા રંગની મિષ્ઠાન
લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. માતા લક્ષ્મીને સફેદ અને પીળા રંગની મિષ્ઠાન કેસર-ભાત બહુજ પસંદ છે.

ઓછામાં ઓછા 11 શુક્રવારે, જે કોઈ પણ વ્યક્તિ એક લાલ ફૂલ અર્પિત કરીને લક્ષ્મીજીના મંદિરમાં સફેદ કે પીળા રંગનો ભોગ લગાવે તો એમના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે. કોઈ પણ પ્રકારની ધનની કમી રહેતી નથી.

માતા સરસ્વતીને ભાવે છે સફેદ તલના લાડુ
માતા સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. માતા સરસ્વતીને દૂધ, પંચામૃત, દહીં, માખણ, સફેદ તલના લાડુ તથા ડાંગર પસંદ છે.

દુર્ગા માતાને પસંદ છે ખીર, નારીયેળ
માતા દુર્ગાને શક્તિની દેવી માનવામાં આવે છે. એમને ખીર, માલપુઆ, હલવા, પૂરણપોળી, કેળાં, નારિયેળ અને મિષ્ઠાન બહુ જ પસંદ છે. બુધવાર અને શુક્રવારના દિવસે માતાને વિશેષ નેવૈધ અર્પિત કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કર્યા બાદ માતા બધા સંકટને દૂર કરીને વ્યક્તિને સંતાન અને ધન આપે છે.

તો માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આ વસ્તુઓનું ધ્યાન રાખો. તેનાથી દેવીની અસીમ કૃપા આપ પર ઉતરશે.