Fortis Healthcares Singh brothers Fight on Road
  • Home
  • Featured
  • અબજોપતિ ભાઈઓમાં છુટ્ટાહાથની મારામારી, આ રીતે ગુમાવ્યા 225,00,00,00,000 રૂપિયા

અબજોપતિ ભાઈઓમાં છુટ્ટાહાથની મારામારી, આ રીતે ગુમાવ્યા 225,00,00,00,000 રૂપિયા

 | 1:28 pm IST

એક સમયે વ્યાપાર જગતમાં ડંકો વગાડનારી રેનબેક્સીના પૂર્વ માલિકો વચ્ચે સંપત્તિને લઈને વિવાદ હવે છુટ્ટાહાથની મારામારી સુધી પહોંચી ગયો છે. કંપનીના એમ ડી મલવિંદર સિંહે નાના ભાઈ શિવિંદર સિંહ પર આરોપ લગાવ્યો છે કે તેમણે બુધવારે હુમલો કરી દીધો હતો. જોકે શિવિંદર સિંહે આ આરોપો ફગાવી દેતા માલવિંદર પર જ મારપીટનો આરોપ લગાવ્યો હતો. માલવિંદરે વોટ્સએપ ગ્રુપ પર એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે ઈજાગ્રસ્ત નજરે પડે છે.

કહેવાય છે કે, મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ બે વર્ષ પહેલા ચર્ચામાં આવ્યા, ત્યારે સામે આવ્યું હતું કે, તેમના પર લગભગ 13,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. આ સ્થિતિ પણ ત્યારે સર્જાઈ છે જ્યારે 2008માં તે સમયની ભારતની સૌથી મોટી દવા કંપની રેનબેક્સને જાપાનની દાઈચી સૈંક્યોને વીચી હતી અને તેમની પાસેથી 9,567 કરોડ રૂપિયા લીધા હતાં. આ કંપની તેમને પિતા પરવિંદર સિંહ પાસેથી વારસામાં મળી હતી.

રેનબીક્સી વેચી દીધા બાદ છેલ્લા 10 વર્ષમાં સિંહ બંધુઓએ ફોર્ટિસ હેલ્થકેર અને રેલિગેર એંટરપ્રાઈઝ જેવા એનબીએફસી પરથી પણ પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું. જ્યારે સિંહ બંધુઓ દ્વારા રેનબેક્સી વેચ્યાના બે વર્ષ બાદ જ અજય અને સ્વાતિ પીરામલે પોતાના ફાર્મા બિઝનેસને અબૉટ લેબોરેટરીઝને વેચી દીધો અને તેમને તેમાંથી 18,000 કરોડ રૂપિયા મળ્યાં. આજે પિરામલ પરિવારે આ પૈસાનું રોકાણ કરી 25,000 કરોડ રૂપિયાની સંપત્તિ ઉભી કરી લીધી છે.

સિંહ બંધુઓનીએ સફળતાની એ ચમકદાર કહાનીમાં ટ્રેજડીનો ઘટનાક્રમ રેનબેક્સી વેચ્યા બાદ તેમાંથી મળેલી રકમથી શરૂ થયો. રેનબેક્સી વેચવાથી મળેલા લગભગ 9,500 કરોડ રૂપિયામાંથી સિંહ બંધુઓએ 2,000 કરોડ રૂપિયાનો ટેક્સ અને બાકી નિકળતી રકમની ચુકવણી કરી. બાકીના બચેલા 7,500 કરોડ રૂપિયામાંથી 1,750 કરોડ રૂપિયા રેલિગેરમાં રોક્યા જેથી રીને કંપની આગળ વધે. તેવી જ રીતે 2,230 કરોડ રૂપિયા ફોર્ટિસના વિકાસ માટે રોકવામાં આવ્યા.

પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, 2,700 કરોડ રૂપિયા ગુરુ ઢિલ્લોન પરિવારની કંપનીએને ટ્રાંસફર કરી દેવામાં આવ્યા. તેવી જ રીત્તે રેલિગેર અને ફોર્ટિસમાં મનમાની રીતે વિસ્તાર કરવા પૈસા લગાવવામાં આવ્યા. જેમાં ઘણું જ નુંકશાન થયું. સિંહ બંધુ હવે આરોપો લગાવી રહ્યાં છે કે, તેમાં ગોધવાનીએ ખુબ જ મનમાની કરી, પરંતુ ગોધવાની સાથે સંકળેયા સુત્રોએ જણાવ્યું હતું કે, સિંહ બંધુઓને ભરવામાં આવેલા દરેકે દરેક પગલાની જાણકારી હતી અને તમામ જરૂરી દસ્તાવેજો પર તેમના હસ્તાક્ષર હતાં જ.

સિંહ બંધુઓ પાસેથી મળેલા પૈસાના કારણે ઢિલ્લોન પરિવારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે રોકાણ કર્યું. મંદીના સમયમાં રેલિગેરે અને ફોર્ટિસને લોન ચુકવવામાં સમસ્યાઓ ઉભી થઈ. તેવી જ રીયલ એસ્ટેટમાં મંદી આવતા ઢિલ્લન પરિવારને પણ ભારે નુંકશાન વેઠવાનો વારો આવ્યો. તેમાં સૌથી વધારે નુંકશાન સિંહ પરિવારને થયું. સિંહ બંધુઓએ ઢિલ્લન પરિવારને લગભગ 4000 થી 5000 કરોડ રપિયા ટ્રાંસફર કરી દીધા. પરંતુ આ પૈસા પાછા આવ્યા જ નહીં. કહેવામાં આવે તો એક સમયે આર્થિક રીતે સદ્ધર પરિવાર આજ્જે કંગાળ થવાના આરે પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન