મોરબી: વિસ્ફોટકોનો એટલો મોટો જથ્થો મળી આવ્યો કે આખું ગામ થઇ શકે સાફ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મોરબી: વિસ્ફોટકોનો એટલો મોટો જથ્થો મળી આવ્યો કે આખું ગામ થઇ શકે સાફ

મોરબી: વિસ્ફોટકોનો એટલો મોટો જથ્થો મળી આવ્યો કે આખું ગામ થઇ શકે સાફ

 | 4:01 pm IST

વિસ્ફોટક શબ્દ સાંભળતા જ કોઈ પણના મનમાં ડરની લહેર ફેલાઈ જતી હોય છે આવા જ મોટી ખુવારી પણ કરી શકે એવો વિસ્ફોટકોનો મોટો જથ્થો મોરબી એસઓજીની ટીમે એક વ્યક્તિ પાસેથી ઝડપી લીધો છે સામાન્ય રીતે કુવા ઊંડા કરવા તેમજ ખાણમાં પથ્થરો તોડવા માટે વપરાતા આ વિસ્ફોટકોનો જથ્થો આ વ્યક્તિ પાસે કેવી રીતે આવ્યો અને એનો શું ઉપયોગ કરવાનો હતો એ અંગે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.

જોડિયા તરફ નો રહેવાશી નિર્મલ પરમાર નામનાં વ્યક્તિનો હાલ મોરબી તાલુકા પોલીસની પુછતાછ હેઠળ છે આ શક્શ પાસે થી 84 જીલેટીન સ્ટીક અને 69 ડીટોનેટર અને એક બ્લાસ્ટ કરવા માટેનું એક્ષપ્લોડર મળી આવ્યું છે અને એ પણ કોઈ આધાર પુરાવા વગર. મોરબી એસઓજીની ટીમે આ વ્યક્તિને મોરબીના ઘૂટું ગામ પાસેથી ઝડપી લીધો છે અને વધુ તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો છે.

મોરબી એસઓજીની ટીમે મોરબીના ઘૂટું ગામ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ નિર્મલ પરમાર તેમની નજરમાં આવ્યો હતો અને તેની તપાસ કરતા તેની પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થા અંગે તેની પાસે કોઈ આધાર પુરાવા પણ નહોતા આથી એસઓજીએ નિર્મલ પરમારને આ જથ્થા સાથે અટક કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસને સોંપ્યો હતો તાલુકા પોલીસે હાલ આ શક્શને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે અને આ બિન અધિકૃત વિસ્ફોટકોનો જથ્થો તેની પાસે કેવી રીતે આવ્યો? અને તે આનો શું ઉપયોગ કરવાનો હતો એ અંગે તપાસ માટે આરોપી નિર્મલની સઘન પુછતાછ આદરી છે.

આરોપી પાસેથી ઝડપાયેલ વિસ્ફોટકોનો સામાન્ય રીતે કુવો ઊંડો કરવા તેમજ ખાણમાં પથ્થરો તોડવા માટે ઉપયોગ થતો હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક શકેરોમાં જીલેટીન સ્ટીક નો ઉપયોગ બોમ્બ બ્લાસ્ટ માટે કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે તો રાજકોટમાંથી પણ થોડા સમય પહેલા જીલેટીન સ્ટીકથી બનાવાયેલ બોમ્બ મળી આવ્યો હતો ત્યારે જો આ વિસ્ફોટકોનો જો ખોટો ઉપયોગ કરવામાં આવે તો આખે આખું એક ગામ ઉડાવી દઈ શકાય એટલો મોટો જથ્થો અને એ પણ ગેરકાયદેસર રીતે મળી આવ્યો છે ત્યારે આરોપી આ જથ્થો શા માટે? ક્યાંથી? અને ક્યાં મનસુબાથી લાવ્યો હતો એ પૂરી તપાસ થાય એ અત્યંત જરૂરી છે અને પોલીસ પણ વાતની ગંભીરતા સમજી આ અંગે સઘન તપાસ ચલાવી રહી છે પરંતુ આ રીતે આટલો જોખમી વિસ્ફોટક કોઈ પણને સરળતાથી પ્રાપ્ત થઇ શકે એ આવનાર સમય માટે મોટી ચિંતા નો વિષય છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી.