વડોદરાના દંતેશ્વર તળાવમાંથી મળેલી ૫૦૦ની નોટો અસલી : FSL - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • વડોદરાના દંતેશ્વર તળાવમાંથી મળેલી ૫૦૦ની નોટો અસલી : FSL

વડોદરાના દંતેશ્વર તળાવમાંથી મળેલી ૫૦૦ની નોટો અસલી : FSL

 | 9:17 am IST

દંતેશ્વર વિસ્તારના તળાવમાંથી મળી આવેલી અર્ધ બળેલી અને પલળેલી રદ થયેલી રૃ. ૫૦૦ની ચલણી નોટો અસલી હોવાનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો દ્વારા પોલીસને અભીપ્રાય આપવામાં આવ્યો છે. રદ થયેલી નોટોના બંડલો કોણ નાખી ગયું હતું ? તે અંગેની વિગતો મેળવવા માટે મકરપુરા પોલીસે સ્થાનિકો પૈકીના ૪ જણાંના નિવેદન નોંધ્યા છે.

દંતેશ્વર તળાવ પાસે રમતા ટાબરીયાઓએ તળાવના પાણીમાં અર્ધ બળેલી અને પલળી ગયેલી ચલણી નોટોના બંડલો જોયા હતા. આ સંબંધમાં પોલીસને જાણ થતાં મકરપુરા પોલીસે રદ થયેલી નોટો કબજે કરીને આ નોટો સાચી છે કે નકલી તે અંગેની જાણકારી મેળવવા એફએસએલમાં મોકલી આપી હતી. નોટોનું પૃથ્થકરણ કર્યા બાદ આ નોટો સાચી હોવાનો અભિપ્રાય આપ્યો છે. નોટો કોણ ફેંકી ગયુ છે તે ચહેરાઓ નકાબપોશ કરવા માટે પોલીસે ૪ સ્થાનિકોના નિવેદન નોંધ્યા છે, પરંતુ તેમના નિવેદનમાં ઠોસ હકિકત મળતી નથી પોલીસ અન્ય લોકોની પૂછપરછ શરૃ કરી છે.