Fields Medal: Aussie genius Akshay Venkatesh wins Nobel Prize of mathematics
  • Home
  • Nri
  • ભારતીય મૂળના અક્ષય સહિત ત્રણને ગણિતમાં ‘નોબેલ પુરસ્કાર’

ભારતીય મૂળના અક્ષય સહિત ત્રણને ગણિતમાં ‘નોબેલ પુરસ્કાર’

 | 11:20 pm IST

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયાના નાગરિક અક્ષય વેંકટેશને બુધવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ફિલ્ડસ્ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્ડસ્ મેડલને ગણિતના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર સમાન માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ ઓફ મેથેમેટિક્સશિયન દરમિયાન અક્ષય વેંકટેશ, કૌશર બિરકર અને પીટર શોલ્ઝને આ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

40 વર્ષથી નીચેના ગણિત વિષયના નિષ્ણાંતોને દર ચાર વર્ષે આ સન્માન આપવામાં આવે છે. જોકે, આ સમારોહ દરમિયાન અન્ય એક વિજેતા કૌશર બિરકરનું મેડલ ચોરાઈ ગયો હતો. કૌશરે મેડલ મળતા પોતાની સૂટકેસમાં રાખ્યો હતો. થોડી વાર બાદ સૂટકેસ ગાયબ હતી.

સુરક્ષા અધિકારીઓને જાણ કરતા પેવેલિયનમાં તેની સૂટકેસ ખાલી મળી આવી હતી. આ મેડલની કિંમત 4,000 ડોલર આશરે રૂ. 2.73 લાખ હોવાનું માનવામાં આવે છે. જે ત્રણ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા તેમાં કેમ્બ્રિજ યુનિર્વિસટીમાં ઈરાની કુર્દ મૂળના પ્રોફેશર કૌશર બિરકર સિવાય જર્મનીના શોલ્ઝ અને સ્વિઝ ફેડરલ સંસ્થાના ગણિતજ્ઞા એલિસિયો ફિગાલીનો સમાવેશ થાય છે.

ગોલ્ડ મેડલની સાથે વિજેતાઓને 15,000 કેનેડિયન ડોલર આપવામાં આવ્યા છે. ઈરાન-ઇરાકની સીમા નજીક કુર્દ પ્રાંતમાં બાળકના મનમાં ગણિત પ્રત્યેની રુચિ થવી અશક્ય છે તેમ છતાં કૌશરે બ્રિટનની નાગરિકતા મેળવી હતી. જ્યારે ફિગાલી જ્યૂરિચ નિવાસી છે અને શુલ્ઝ જર્મનીના છે. વેંકટેશે 13 વર્ષની ઉમરે યુનિર્વિસટી ઓફ એસ્ટ્રેલિયામાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

નંબર થિયરીમાં વેંકટેશ નિષ્ણાંત
વેંકટેશે 13 વર્ષની ઉમરે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી લીધી હતી. વર્ષ 2002માં પોતાનું પીએચ.ડી પૂરું કરી લીધું હતું. હાલમાં તેઓ સ્ટેનફોર્ડ યુનિર્વિસટીમાં પ્રોફેસર અને નંબર થિયરીના નિષ્ણાંત છે. આ સિવાય પણ એરિથમેટિક્સ જિયોમેટ્રી, ટોપોલોજી થિયરીમાં પણ તેની માસ્ટરી છે. આ સિવાય પણ વેંકટેશને ગણિત વિષયમાં અન્ય એવોર્ડ મળી ચૂક્યા છે.