Four Cats Fight A Snake Neil Nitin Mukesh Share Video
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાર બિલાડી અને કોબ્રા સાપ વચ્ચે ધડબડાટી બોલી ગઈ, જુઓ ફાઈટનો શોકિંગનો વીડિયો

ચાર બિલાડી અને કોબ્રા સાપ વચ્ચે ધડબડાટી બોલી ગઈ, જુઓ ફાઈટનો શોકિંગનો વીડિયો

 | 12:23 pm IST

બોલિવૂડ ફિલ્મ અભિનેતા નીલ નિતીન મુકેશે હાલમાં એક વીડિયો શેર કર્યો છે કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાર બિલાડીએ એક સાપને કેવી રીતે ઘેરી લીધો છે. આ જોઈને સાપ પહેલા તો ગુસ્સામાં આવીને બિલાડી પર હુમલો કરે છે પરંતુ ત્યારે જ એક બિલાડી સાપને જોરદાર પંજો મારે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક કોબ્રા સાપ બિલાડીથી ડરી જાય છે અને જાન બચાવવા માટે જાડીમાં ભાગી જાય છે.

જણાવવામાં આવે છે કે આ વીડિયો લગભગ એક વર્ષ પહેલાનો છે. અત્યાર સુધી આ વીડિયોને 77 હજાર લોકો જોઈ ચૂક્યા છે. જો કે આ વીડિયોની નીચે અભિનેતાએ લખ્યું કે અમે વન વિભાગને મદદ માટે કહ્યું છે. નિલ નિતીન મુકેશે પોતાના ફિલ્મનાં શુટિંગ દરમિયાન આ વીડિયો ઉતારી લીધો અને શેર કર્યો છે. હવે લોકો આ વીડિયો પર અવનવી કોમેન્ટો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન