NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • Video : દેશના કોઈ પિતાને આવી અંતિમ વિદાય નહિ મળી હોય, મનભરીને નાચી દીકરીઓ

Video : દેશના કોઈ પિતાને આવી અંતિમ વિદાય નહિ મળી હોય, મનભરીને નાચી દીકરીઓ

 | 6:16 pm IST

ક્યારેય કોઈના અંતિમવિધિમાં કોઈને નાચતા જોયા છે. પરંતુ આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરીઓએ પિતાને એવી વિદાય આપી, જેવી દેશમાં આાજ સુધી કોઈને નહિ મળી હોય. દિલ્હી-એનસીઆરમાં દીકરીઓ પોતાના પિતાના મૃતદેહને સ્મશાન સુધી લઈ ગઈ હતી. દીકરીઓ એ રીતે નાચી રહી હતી, જાણે કે કોઈ જાનમાં નાચતા હોય. આવી અંતિમવિધિ જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા હતા.

જ્યારે દીકરીઓને પિતાની અંતિમયાત્રામાં નાચવા-ગાવાનું કારણ પૂછવામાં આવ્યું, તો માલૂમ પડ્યું કે, તે અંતિમ યાત્રા નોઈડાના એક વેપીરી હરીભાઈ લાલવાનીની હતી. દીકરીઓએ કહ્યું કે, તેમના પિતાના આ અંતિમ ઈચ્છા હતી કે, તેમની અંતિમ યાત્રા ઉત્સવની જેમ ઉજવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, અંતિમ યાત્રા સેક્ટર 40થી લઈને સેક્ટર 94 સુધી ગઈ હતી. પતિની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે હરીભાઈની પત્ની મધુ લાલવાની અને ચારેય દીકરીઓએ પ્રયાર કર્યો. તેમની ચારેય દીકરીઓ અનીતા લાલવાની, દીપ્તી લાલવાની, રિતીકા લાલવાની અને યામિની લાલવાનીએ નાચતા-ગાતા અંતિમ યાત્રા કાઢી હતી. દુખદ પ્રસંગમાં તેમને આ રૂપમાં જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. પરંતુ જ્યારે તેમને આ કરવા પાછળનો હેતુ ખબર પડ્યો તો લોકોએ તેમની પ્રશંસા કરી હતી.

હરીભાઈનું મોત દિમાગમાં બ્લડ ક્લોટિંગથી થઈ હતી. તેને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના બાદ તેમનું ઓપરેશન કરાયુ હતું. 9 નવેમ્બરના રાત્રે 12 વાગ્યે તેમનું મોત થયું હતું.