NIFTY 10,350.15 -101.65  |  SENSEX 33,370.76 +-360.43  |  USD 65.0250 +0.35
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ચાર દાયકા બાદ ગુજકોમાસોલમાં ભાજપાને મળી સત્તા, જાણો ચેરમેન તરીકે કોની થઇ વરણી?

ચાર દાયકા બાદ ગુજકોમાસોલમાં ભાજપાને મળી સત્તા, જાણો ચેરમેન તરીકે કોની થઇ વરણી?

 | 3:21 pm IST

ચાર દાયકાનાં લાંબા સમયગાળા બાદ ગુજરાતનાં ખેડૂતો માટે કામ કરતી રાજ્યની સૌથી મોટી સંસ્થા ગુજકોમાસોલમાં ભાજપને સત્તા મળી છે. ચાર દાયકા સુધી ગુજકોમાસોલનાં જે કોઈ ચેરમેન રહ્યાં તે કોંગ્રેસ સમર્થીત હતા. આજે ગુજકોમાસોલની યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ નિમણુંક કરવામાં આવી છે. ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે ધારાસભ્ય ગોવિંદ પરમારની નિમણુંક કરવામાં આવી છે. બંને વ્યક્તિ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હોય ગુજકોમાસોલમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું.

ગુજકોમાસોલનાં ચેરમેનની મુદ્દત 12 માર્ચ 2011નાં રોજ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કેટલાક ડિરેક્ટર દ્ગારા ચૂંટણીની પ્રક્રિયાને પ્રથમ હાઈકોર્ટ અને બાદમાં સુપ્રrમકોર્ટમાં પડકારીને સ્ટે મેળવ્યો હતો. 13 એપ્રિલ 2017નાં રોજ સુપ્રીમકોર્ટ દ્ગારા ગુજકોમાસોલમાં ચૂંટણી કરવાનો આદેશ આપતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેનાં અનુસંધાને આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ નિમણુંક કરવામાં આવી હતી.

ગુજકોમાસોલનાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા દિલિપ સંઘાણીએ જણાવ્યું હતું કે તેમનું પ્રાથમિક કામ ખેડૂતોની આવક બમણી કરવાનું રહેશે. ઉપરાંત આગામી દિવસોમાં તેઓ મહત્વનાં બે પ્રોજેક્ટ પણ લાવી રહ્યાં છે. રાજ્યમાં બંધ થયેલી ઓઈલ મીલ અને સુગર મીલ પણ શરૂ કરવામાં આવશે. કોટન ટૂ ક્લોથ અને મગફળીમાંથી બટર બનાવવાનાં બે નવા પ્રોજેક્ટ અંગે વિચારણા કરવામાં આવશે.

ગુજકોમાસોલનાં નવનિયુક્ત વાઈસ ચેરમેન ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે સંસ્થાનાં તમામ ડિરેક્ટરની મદદથી અને તેમનાં અનુભવનો લાભ લઈને ખેડૂતોનાં હિતમાં આગામી દિવસોમાં કામ કરવામાં આવશે.