Four Indian Passenger Died in Ethiopian Airlines Plane Crash
  • Home
  • Featured
  • ઇથોપિયન એરલાઇન્સના વિમાન ક્રેશમાં 4 ભારતીય મુસાફરોના મોત

ઇથોપિયન એરલાઇન્સના વિમાન ક્રેશમાં 4 ભારતીય મુસાફરોના મોત

 | 10:48 pm IST

ઇથોપિયામાં રવિવારે મુસાફરોથી ભરેલું યાત્રી વિમાન ક્રેશ થઇ ગયું હતું. અથિપિયાની રાજધાની અડિસ અબાબાથ રવિવારે રવાના થયા બાદ થોડાક જ સમયમાં ઇથિપિયન એરલાયન્સનું બોઇંગ 737-800 મેક્સ વિમાન ક્રેશ થઇ ગયું હતું. પ્રાપ્ત અહેવાલ મુજબ આ વિમાનમાં 149 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સાથે મુસાફરી શરૂ કરી હતી. આ વિમાન દુર્ઘટનામાં ભારતીય મુસાફરોના પણ મોત થયા હોવાનું સામે આવ્યું છે.

ઇથોપિયાની રાજધાની અદિસ અબાબાથી કેન્યાની રાજધાની માટે રવાના થયેલા ઇથોપિયન એરલાયન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ મામલે સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં સવાર તમામ 157 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો 33 અલગ-અલગ દેશના નાગરિકો હતા. આ વિશેની માહિતી અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ રિપોર્ટ પ્રમાણે વિમાન દુર્ઘટનામાં તમામ 157 લોકોનાં મોત થયા છે, જેમાં 149 મુસાફરો હતા, જ્યારે 8 ક્રુ મેમ્બર હતા, જ્યારે આ મૃતકોમાં 4 ભારીતય નાગરિકો હોવાનું સામે પણ આવ્યું છે. આ ફ્લાઇટમાં સૌથી વધુ મુસાફરો 32 જેટલા કેન્યાના તથા કેનેડાના 18 મુસાફરો હતા.

એરલાયન્સ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે આ ઘટના બાદ સર્ચ ઓપરેશન ચાલું કરી દેવામાં આવ્યું છે. પરંતુ હાલ મૃતકો અંગે કોઇ જાણકારી મળી નથી. વિમાને બોલે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે સાડા આઠ વાગ્યે ઉડાન ભરી હતી અને તે ટેક ઓફના માત્ર છ મિનિટમાં જ સંપર્ક વિહોણું બન્યું હતું. વિમાન રાજધાની અદિસ અબાબાથી 62 કિમી દક્ષિણ-પૂર્વમાં વિશોફ્તુમાં ક્રેશ થયું હતું.

ઇથોપિયન એરલાયન્સના પ્રવક્તાએ આ બનાવની પૃષ્ટી કરી હતી કે આ દુર્ઘટના સવારે 8:44 વાગ્યે બની હતી. આ દુર્ઘટનાની જગ્યા અને કારણની હાલ પુષ્ટી થઇ શકી નથી. આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર આ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીય મુસાફરોના પરિવાર સુધી પહોંચવાની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન