ભાવનગરમાં મીની બસ ખીણમાં ખાબકી, ચારના મોત 10થી વધુ ઘાયલ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં મીની બસ ખીણમાં ખાબકી, ચારના મોત 10થી વધુ ઘાયલ

ભાવનગરમાં મીની બસ ખીણમાં ખાબકી, ચારના મોત 10થી વધુ ઘાયલ

 | 4:06 pm IST

ભાવનગરમાં એક ખાનીગ મીની બસને અકસ્માત નડ્યાની ઘટના બની છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. મીની બસમાં કુલ 35 જેટલા મુસાફરો સવાર હતાં. તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુંજબ ભાવનગરના વલભીપુર ચમરાડી પાસે સોમવારે બપરોના સમયે ખાનગી મીની બસ આશરે 30થી વધારે મુસાફરો સાથે પસાર થઇ રહી હતી. ત્યારે મીની બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા નાળામાં ખાબકી હતી. જેના પગલે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી. લગભગ ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને નજીકની વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગળની કામગીરી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન