four person arrested with 12 kilogram drugs in rajkot and ahmedabad
  • Home
  • Ahmedabad
  • 12 કિલો ચરસ-ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા, શાળા-કોલેજમાં વેચાણ કરતા

12 કિલો ચરસ-ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા, શાળા-કોલેજમાં વેચાણ કરતા

 | 3:05 pm IST

નાર્કોટીક્સ બ્યુરો દ્વારા 12 કિલો ચરસ સાથે 4ને ઝડપ્યા છે. બાવળા હાઈવે અને રાજકોટમાંથી ચરસ ઝડપાયું છે. જેમાં રાજકોટમાંથી બે અને અમદાવાદમાંથી ચરસ સાથે બે ઝડપાયા છે. ઉલ્લેખનિય છે કે રાજકોટના જંગલેશ્વરમાં NCB(નાર્કોટીક્સ બ્યુરો)ની ટીમે એસઓજી અને ભક્તિનગર પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં બે શખ્સો ચરસ-ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા.

પોલીસે ચરસ-ગાંજાનો જથ્થો અને ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પકડાયેલા ગાંજાના જથ્થાને લઇને ખુલ્યું છે કે, ગાંજાનો ઉપયોગ મોટા પ્રમાણમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કરે છે.

NCB(નાર્કોટીક્સ બ્યુરો)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. રાજકોટ શહેરના જંગલેશ્વરમાં કેટલાક શખ્સો પાસે ચરસ-ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળતા એનસીબી ટીમે એસઓજી અને ભક્તિનગર પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં મહેબૂબ ઓસમાણભાઇ ઠેબાના ઘરમાં ત્રાટકી તપાસ કરતા ચરસ-ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

મહેબુબની સાથે તેના ઘરમાં ઇલ્યાસ હારૂનભાઇ સોરા, જાવેદ ગુલમહમદભાઇ દલ અને રફિક ઉર્ફે મેમણ હબીબભાઇ લોયા પણ હાજર હતો. જેથી મહેબૂબ સહિત આ ત્રણેયની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પંચોની હાજરીમાં કાર્યવાહી કર્યા બાદ ચારેય સામે એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.ચરસ-ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા? ક્યાં ક્યાં સપ્લાય કરતાં હતાં? તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.