Four-storey building collapses in Delhi's Sabzi Mandi area, NDRF ON SPOT
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હીમાં 4 માળની ઈમારત ધરાશાયી, મોટી સંખ્યામાં લોકો ફસાય હોવાની આશંકા, રેસ્ક્યું ઓપરેશન શરૂ

દિલ્હીમાં 4 માળની ઈમારત ધરાશાયી, મોટી સંખ્યામાં લોકો ફસાય હોવાની આશંકા, રેસ્ક્યું ઓપરેશન શરૂ

 | 3:27 pm IST
  • Share

એક તરફ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે જેને લઈને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ દિલ્હીના શાકભાજી માર્કેટ વિસ્તાર (Sabzi Mandi Area)માં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં જાન-માલનું નુકશાન થવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ અંગે દિલ્હી પોલીસે નિવેદન આપ્યું કે, હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં ત્રણ લોકો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાથી બે બાળકો છે. જ્યારે એક વ્યક્તિને માથામાં ઈજા થઈ છે જેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઘટના અંગે દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી(સેંટ્રલ રેંજ) એનએસ બુંદેલાએ કહ્યું કે, ઘટના સ્થળે પોલીસ, એમસીડી અને NDRFની ટીમ હાજર છે. હાલમાં ધરાશાયી થયેલી ઈમારતમાં કેટલા લોકો ફસાયેલા છે તેનો ચોક્કસ આંકડો ખબર નથી. એક વ્યક્તિને માથામાં ઈજા થતા તેને હોસ્પિટલે ખસેડાયો છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નીચે દુકાનો હતી અને ઉપરના માળે લોકો રહી રહ્યા હતા. તો દુર્ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમયે ઘટના સ્થળે દિલ્હી અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓની સાથે સાથે મોટી સંખ્યામાં સ્થાનિય લોકો હાજર છે. આ ઉપરાંત ઘટના સ્થળે ફાયરની ગાડીઓ પણ પહોંચી ગઈ છે.

આ મામલે ઉત્તરી દિલ્હી નગરપાલિકાના મેયર રાજા ઈકબાલ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, દિલ્હી પોલીસ અને એમસીડીના લોકો રેસ્ક્યુંમાં લાગેલા છે. જે જગ્યાએ આ દુર્ઘટના ઘટી છે તે માર્કેટ 100-150 વર્ષ જૂની છે. અચાનક ભારે વરસાદના કારણે આ દુર્ઘટના થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન