Four teaspoons of sweet Neem leaves, skin glowing
  • Home
  • Fashion & Beauty
  • ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દેશે મીઠા લીમડાના પાન, આ નુસખો એક વખત કરી કરો

ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દેશે મીઠા લીમડાના પાન, આ નુસખો એક વખત કરી કરો

 | 10:10 am IST

મીઠા લીમડાના પાનમાં વિટામિન એ અને સી ભરપૂર હોય છે અને તેનો ઉપયોગ ઘરમાં ખાવાના ઉપયોગમાં કરવામાં આવે છે. પરંતુ તેનાથી ત્વચા અને વાળને પણ ઘણાં ફાયદા થાય છે. બજારમાં ત્વચા માટે તમામ પ્રકારના કોસ્મેટિક્સ હોય છે. તે તરત જ તમને ફાયદો પહોંચાડે છે. પરંતુ તેનો પ્રભાવ લાંબા સમય સુધી તમારી ત્વચા પર નથી રહેતો. એવી અવસ્થામાં કુદરતી નુસ્ખા એક માત્ર ઉપાય છે. જે તમારી ત્વચાને ફક્ત બહારથી જ નહી પરંતુ અંદરથી પણ પોષિત કરીને સ્વસ્થ અને સુંદર બનાવે છે. આ નુસ્ખામાં આજે અમે તમને મીઠા લીમડાના પત્તામાંથી થતા ફાયદા અંગે જણાવીશું.

મીઠા લીમડાના પત્તાનો પ્રાચીનકાળથી ચહેરાને ચમકદાર બનાવવા માટે પ્રયોગ થતો આવ્યો છે. તે ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. લીમડાના પાનથી ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા તડકામાં લીમડાના પાનને સૂકવી દો અને તેને પીસીને પાઉડર બનાવી લો. હવે તેમા ગુલાબજળ, મુલ્તાની માટી અને નાળિયેરનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તમે આ પેસ્ટને 20 મિનિટ લગાવી દો. બાદમાં ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.

ચહેરા પર ખીલની સમસ્યા આજકાલ સામાન્ય વાત છે. તેનાથી છૂટકારો મેળવવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે મીઠા લીમડાના પાન અને હળદરનો પાઉડરને બરાબર પીસીને પેસ્ટ બનાવી લો. હવે તેને ખીલ પર લગાવો અને સૂકાવા દો. થોડીક વાર પાણીથી ધોઇ લો.

આજની લાઇફસ્ટાઇલ અને તણાવના કારણથી સમયથી પહેલા ચહેરા પર કરચલી પડવી એક મોટી સમસ્યા છે. તેને દૂર કરવા માટે લીમડાના પાન અને મુલ્તાની માટીને યોગ્ય રીતે પીસીને પેસ્ટ બનાવી લો અને તેમા થોડુંક ગુલાબજળ પણ મિક્સ કરો. હવે પેસ્ટને ચહેરા પર લગાવી દો. ધ્યાન રાખો કે પેસ્ટ આંખોની પાસે ન લગાવો. તે બરાબર સુકાઇ જાય એટલે પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારા ચહેરાની કરચલી દુર થવાની સાથે સુંદર અને ચમક આવી જશે.

આ વીડિયો જુઓ : ફક્ત એક જડીબુટ્ટીથી દૂર થશે તમારો તાવ અને શરદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન