ઘરમાં ભૂલથી પણ આ ચાર ભૂલો કયારેય ના કરતાં નહીં તો ધનની અછત સર્જાશે - Sandesh
  • Home
  • Astrology
  • ઘરમાં ભૂલથી પણ આ ચાર ભૂલો કયારેય ના કરતાં નહીં તો ધનની અછત સર્જાશે

ઘરમાં ભૂલથી પણ આ ચાર ભૂલો કયારેય ના કરતાં નહીં તો ધનની અછત સર્જાશે

 | 3:35 pm IST

જ્યારે અચાનક જ તમારા ખર્ચ વધવા લાગે અને પૈસાની મુશ્કેલી પડવા લાગે સાથો સાથ દરેક કામમાં અસફળતા મળવા લાગે તો સમજો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઇ ચૂકયો છે. ઘરમાં બનનાર નાની-નાની ઘટનાઓમાં કેટલાંય સંકેત છુપાયેલા હોય છે. એવામાં દરિદ્રતાના કેટલાંક સંકેત હોય છે જેનો જાણવો જરૂરી છે.

1. શાસ્ત્રોમાં ઘરમાં નળ કે દીવાલથી પાણીને ટપકવું સારું મનાતું નથી. નળમાંથી પાણી ટપકવું મતલબ આવનારા સમયમાં તમારા ખર્ચ વધવાના છે. આથી તમામ નળને તરત રિપેર કરાવી લો આ વાસ્તુ દોષની નિશાની છે.

2. આજકાલ લોકો પોતાના ઘરોમાં નકલી સજાવટી ફૂલોને રાખે છે જે વાસ્તુમાં સારા સંકેત મનાતા નથી. ઘરમાં સજાવટ માટે નકલી ફૂલોની જગ્યાએ અસલી ફૂલો રાખવા જોઇએ.

3. જ્યારે વારંવાર ઘરમાં વીજળીનો સામાન ખરાબ થવા લાગે તો સમજો તમારા ઉપર રાહુ ગ્રહની છાયા છે. આથી ઝડપથી ખરાબ થઇ ચૂકેલા વીજળીના સાધનને રિપેર કરાવી લેવા જોઇએ. નહીં તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે.

4. જે ઘરમાં બિલાડીની અવર-જવર વધુ હોય છે ત્યાં મુશ્કેલીઓ ઉભી થાય છે અને પૈસાની મુશ્કેલી પડે છે.