દ. મુંબઇમાંના ચાર હજાર ફેરિયાઓને અન્યત્ર ખસેડાશે - Sandesh
  • Home
  • Mumbai
  • દ. મુંબઇમાંના ચાર હજાર ફેરિયાઓને અન્યત્ર ખસેડાશે

દ. મુંબઇમાંના ચાર હજાર ફેરિયાઓને અન્યત્ર ખસેડાશે

 | 1:33 am IST

। મુંબઈ ।

તળ મુંબઇની  ફૂટપાથોની સાંકડી જગ્યાઓ પર પથારો ફેલાવીને બેસનારા ફેરિયાઓ પર કડક પગલાં લેવામાં આવશે. દક્ષિણ મુંબઇમાંના ચાર હજાર ફેરિયાઓને અન્યત્ર ખસેડાશે. નેશનલ હોકર્સ પોલીસી હેઠળ કોલાબા, કફ પરેડ, નરિમાન પોઇન્ટ, ચર્ચગેટ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પરિસરની ફૂટપાથો હવે મોકળી રાખવાનો નિર્ણય મુંબઇ મહાનગર પાલિકાએ લીધો છે. આ ભાગમાંના છ હજાર ફેરિયાઓમાંના ચાર હજાર ફેરિયાઓને અન્યત્ર ખસેડાશે.

નેશનલ હોકર્સ પોલીસી અંતર્ગત આ પરિસરમાં માત્ર ૧૬ રોડના કેટલાક ભાગ હોકર્સ ઝોન તરીકે જાહેર થયા છે. તેથી અહીં માત્ર બે હજારથી વધુ ફેરિયાઓને બેસવાની પરવાનગી મળવાની હોવાથી બાકીના ફેરિયાઓને બીજે ખસેડવાની તજવીજ પાલિકા હાથ ધરવાની છે.

કોલાબા, કફ પરેડ, નરિમાન પોઇન્ટ, ચર્ચગેટ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઓફિસો, કંપનીઓ, પર્યટન સ્થળો હોવાથી રોજેરોજ કાર્યાલયમાં આવતા કર્મચારી અને પર્યટકોની મોટી ભીડ જમા થતી હોય છે. પાલિકાએ આ પરિસરોમાં નેશનલ હોકર્સ પોલીસીનો આધાર લઇને રસ્તાઓને ફેરિયામુકત બનાવવાનો નિર્ણય લીધો છે. પાલિકાએ આ પરિસરમાં માત્ર ૧૬ રસ્તાઓ પરનો કેટલોક ભાગ હોકર્સ ઝોન તરીકે જાહેર કર્યો છે જેમાં ૬૨૯૮ ફેરિયાઓ પૈકી ૨૪૬૩ ફેરિયાઓને જ જગ્યા આપવામાં આવશે.

;