Fourth dose will also be needed against Covid: Israel's health expert
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોવિડ સામે ચોથા ડોઝની પણ જરૂર પડશે : ઈઝરાયેલના હેલ્થ એક્સ્પર્ટ

કોવિડ સામે ચોથા ડોઝની પણ જરૂર પડશે : ઈઝરાયેલના હેલ્થ એક્સ્પર્ટ

 | 8:20 am IST
  • Share

 કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવો જોઈએ કે નહીં તેની  વિશ્વભરના નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે ત્યારે ઈઝરાયેલના એક  હેલ્થ એક્સપર્ટ સલમાન ઝારકાએ ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે  કે ખુબ ઝડપથી કોવિડ વેક્સિનના ચોથા ડોઝની પણ જરૃર પડવાની છે. નોંધનીય છે કે,  કોરોના સામેના જંગમાં ઇઝરાયેલ શરૃઆતથી જ આગળ છે. જ્યારે  વિશ્વમાં પ્રથમ ડોઝ માટેની મથામણ ચાલતી હતી ત્યારે આ દેશે  પોતાના તમામ નાગરિકોને ફુલ્લી વેક્સિનેટ કરી દીધા હતાં.  હવે જ્યારે વિશ્વ બીજા ડોઝ માટે પ્રયત્નશિલ છે ત્યારે ઇઝરાયેલમાં  બૂસ્ટર ડોઝ લાગી રહ્યા છે. નોંધનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય  સંગઠને(ઉઁર્ં) વિશ્વના દેશોને બૂસ્ટર ડોઝ કાર્યક્રમ શરૃં નહી  કરવાનો આગ્રહ કર્યો છે. ઉઁર્ંનુ કહેવું છે કે જ્યાં સુધી તમામ  દેશો ઓછામાં ઓછું ગરીબ વર્ગના લોકોનુ વેક્સિનેશન પૂર્ણ  ના કરે ત્યાં સુધી બૂસ્ટર ડોઝ લગાવવો જોઇએ નહીં.

કોરોના કેસ ઘટતાં ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડ સિવાયના દેશમાંથી લોકડાઉન ઉઠાવી લીધું

ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડને છોડીને દેશના બાકીના હિસ્સામાં મંગળવારથી લોકડાઉનને લગતાં નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સરકારે સોમવારે આ અંગેની જાહેરાત કરી હતી અને સાથે સંકેત આપ્યો હતો કે ઓકલેન્ડમાં હજુ ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી કડક નિયંત્રણો જળવાઇ રહેશે. અત્રે નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ પાછલા મહિનાથી જ કોરોનાના ડેલ્ટા વાઇરસ સામે સંઘર્ષ કરી રહ્યું છે. જો કે તાજેતરમાં સંક્રમણના જે કેસ સામે આવ્યા તે તમામ ઓકલેન્ડના છે.

અમેરિકાના સમૃદ્ધ રાજ્યોમાંથી એક તરીકે ગણનાપાત્ર ટેક્સાસમાં વિન્ટર કોવિડ વેવ પ્રસર્યા બાદ પહેલી સપ્ટેમ્બરની સ્થિતિએ ૧૪,૭૦૦ લોકો હોસ્પિટલાઇઝ છે. જો કે સૌથી ખરાબ સ્થિતિ ગ્રામીણ ક્લિનિકોની છે. ૪૦૦૦ની વસ્તી ધરાવતાં હાઉસ્ટનની હોસ્પિટલના વડા જણાવે છે કે કોવિડના અગાઉના આક્રમણ સમયે અમે ૭૫૦ જેટલા પેશન્ટ્સને એડમિટ કર્યા હતાં હાલમાં તે સંખ્યા ૮૨૦થી ૮૫૦ વચ્ચે જળવાય છે.

વિશ્વમાં કુલ કેસ ૨૨.૦૬ કરોડ

વિશ્વમાં કોરોના વાઇરસના કેસ ફરીથી વધી રહ્યા છે. હાલમાં કુલ કેસ વધીને ૨૨.૦૬ કરોડ થઇ ગયા છે. આ રોગચાળાના કારણે અત્યાર સુધીમાં કુલ ૪૫.૬ લાખ દર્દીઓનાં મોત થયા છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો