Fourth ODI between India and Australia at Mohali Updates
  • Home
  • Sports
  • Cricket
  • ઑસ્ટ્રેલિયા સામે ભારતનો 4 વિકેટે શરમજનક પરાજય, ટર્નર બન્યો ટર્નિંગ પોઇન્ટ

ઑસ્ટ્રેલિયા સામે ભારતનો 4 વિકેટે શરમજનક પરાજય, ટર્નર બન્યો ટર્નિંગ પોઇન્ટ

 | 2:41 pm IST

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી વનડેમાં ઑસ્ટ્રેલિયાએ ધમાકેદાર બેટિંગ કરતા ભારતને હરાવી દીધું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે શિખર ધવનની સદીની મદદથી 358 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ હેન્ડસ્કોમ્બનાં 117, ઉસ્માન ખ્વાજાનાં 91 અને એસ્થોન ટર્નરનાં ધુંઆધાર 84 રનની મદદથી 4 વિકેટથી જીત મેળવી છે. 

35મી ઓવર સુધી ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકસાન પર 216 રન બનાવ્યા છે. ગ્લેન મેક્સવેલ(11*) અને પીટર હેન્ડસકોમ્બ(100*) ક્રિઝ પર છે. ઉસ્માન ખ્વાજા 99 બોલમાં 91 રન બનાવીને આઉટ થયો છે. ખ્વાજાની વિકેટ બુમરાહે લીધી છે.

25મી ઓવર સુધી ઓસ્ટ્રેલિયાએ માત્ર 2 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા(72*) અને પીટર હેન્ડસકોમ્બ(61*) ક્રિઝ પર છે.

ભારત દ્વારા આપવામાં આવેલ 359 રનોના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા ટીમે 10 ઓવરમાં 48 રન બનાવ્યા છે જ્યારે આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ પણ ગુમાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ(0)ને ભુવનેશ્વર કુમારે ખાતુ પણ ન ખોલવા દીધું અને બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો છે. જ્યારે શો માર્સ(6) પણ આ વખતે નિષ્ફળ રહો છે જેને બુમરાહે બોલ્ડ કર્યો છે. ઉસ્માન ખ્વાજા(25*) અને પીટર હેન્ડ્સકોમ્બ(15*) ક્રિઝ પર છે.

અપડેટ:(India)
સ્કોર: 358/9
ઓવર: 50

ભારતની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાને જીત માટે 359 રનોનો લક્ષ્ય આપવામાં આવ્યો છે. રિષભ પંત 24 બોલમાં 36 રન, કેદાર જાધવ 12 બોલમાં 10 રન, વિજય શંકર 15 બોલમાં 26 રન,યુઝવેન્દ્ર ચહલ શૂન્ય પર અને ભુવનેશ્વર કુમાર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયા છે. જ્યારે કુલદીપ જાધવ (1*) અને જસપ્રીત બુમરાહ(6*) પર નોટઆઉટ રહ્યાં છે.

44 ઓવર સુધી ભારતે ચાર વિકેટના નુકસાન પર 300ને પાર રન બનાવ્યા છે. લોકેશ રાહુલ 31 બોલમાં 26 રન બનાવી આઉટ થયો છે. રાહુલના વિકેટ ઝમ્પાએ લીધી છે.

40મી ઓવર સુધી ભારતે 3 વિકેટ ગુમાવીને રન બનાવ્યા છે. રિષભ પંત(1*) અને લોકેશ રાહુલ(18*) પર રહી રહ્યા છે. શિખર ધવન 115 બોલમાં 143 રનની શાનદાર ઈનિંગ્સ રમી છે. ધવનની વિકેટ પેટ કુમિન્સે લીધી છે. જ્યારે વિરાટ કોહલીનું બેટ આજે શાંત રહ્યું છે. તેઓ માત્ર 7 રન બનાવી આઉટ થયો છે. વિરાટની વિકેટ રિચાર્ડસને લીધી છે.

35મી ઓવર સુધી ભારતે એક વિકેટ ગુમાવી 222 રન બનાવ્યા છે. શિખર ધવન(115*) અને લોકેશ રાહુલ(10*) રન બનાવીને રમી રહ્યા છે. જોકે આ પહેલા રોહિત શર્મા સદીથી ચૂકી જતા 95 રન પર આઉટ થયો છે. રોહિતની વિકેટ Jhye Richardsonને લીધી છે.

25મી ઓવર સુધી ભારતીય ટીમે કોઈ પણ નુકસાન વગર 150 રન બનાવ્યા. રોહિત શર્મા(66*) અને શિખર ધવન(85*) રન બનાવી રમી રહ્યાં છે.

20 ઓવર સુધી ભારતે કોઈ પણ નુકસાન વગર 114 રન બનાવ્યા છે. રોહિત શર્મા(45*) અને શિખર ધવન(67*) રન બનાવી રમી રહ્યાં છે.

15 ઓવર સુધી ભારતે 95 રન બનાવ્યા છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા(37*) અને શિખર ધવન(58*) પર રમી રહ્યાં છે. ધવને તેના વનડે કરિયરની 28મી હાફ સેન્ચુરી ફટકારી છે.

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સાથે ચોથે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી મેદાન પર છે. તમને બતાવી દઈએ કે ભારતીય ટીમે આ મેચ માટે ચાર ફેરફાર કર્યા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાન પર )ઋષભ પંત, અંબાતિ રાયડૂની જગ્યાએ કે એલ રાહુલ, મોહમ્મદ શમીની જગ્યાએ ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.

ભારત:

શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી(કેપ્ટન), લોકેશ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહાલ, જસપ્રીત બૂમરા

ઓસ્ટ્રેલિયા:

એરોન ફિન્ચ(કેપ્ટન), ઉસ્માન ખવાજા, શોન માર્શ, પીટર હેન્ડસકોમ્બ, ગ્લેન મેક્સવેલ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરી(વિકેટકીપર), જય રિચાર્ડસન, પેટ કમિન્સ, જેસન બેહરેન્ડોર્ફ, એડમ જંપા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન