FPI ભારતીય બજારોમાં નેટ બાયર સપ્ટેમ્બરમાં રૂ .7605 કરોડનું રોકાણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • FPI ભારતીય બજારોમાં નેટ બાયર સપ્ટેમ્બરમાં રૂ .7605 કરોડનું રોકાણ

FPI ભારતીય બજારોમાં નેટ બાયર સપ્ટેમ્બરમાં રૂ .7605 કરોડનું રોકાણ

 | 7:30 am IST
  • Share

વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ(FPI) ભારતીય બજારોમાં નેટ બાયર્સ તરીકે જળવાઇ રહ્યા છે. FPIએ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં રૂ . ૭,૬૦૫ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીના આંકડા અનુસાર એકથી નવ સપ્ટેમ્બર દરમિયાન વિદેશી રોકાણકારોએ શેરબજારમાં રૂ . ૪૩૮૫ કરોડ અને ડેબ્ટ સેગમેન્ટમાં રૂ. ૩૨૨૦ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. આમ આ ગાળા દરમિયાન કુલ રૂ. ૭૬૦૫ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું. નોંધનીય છે કે એફપીઆઈએ ઓગસ્ટમાં રૂ. ૧૬,૪૫૯ કરોડનું રોકાણ નોંધાવ્યું હતું. ઓગસ્ટમાં બોન્ડ માર્કેટમાં રેકોર્ડ રૂ. ૧૪,૩૭૬.૨ કરોડનું રોકાણ નોંધાયું હતું. ડેટ સેગમેન્ટમાં વિદેશી નાણામાં સતત વધારા અંગે નિષ્ણાતોનો મત છે કે ભારતીય ચલણમાં સ્થિરતા અને અમેરિકા તથા ભારત વચ્ચે વધતાં જતાં બોન્ડ સ્પ્રેડ વચ્ચે ભારતીય ઋણને વધારે સારા જોખમ પર રાખ્યું છે. તેને પરિણામે રોકાણકારો ભારત તરફ આર્કિષત થઇ રહ્યા છે અને તેથી જ ઇનફ્લોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જો કે તાજેતરમાં ભારતીય શેરબજારમાં રોકાણમાં અસ્થિરતા જોવાઇ રહી છે. 

પાછલા સપ્તાહે એક કાર્યક્રમમાં યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે હાલના તબક્કે સેન્ટ્રલ બેન્ક રેટમાં વધારો કરવાની ઉતાવળમાં નથી અને અમે થોભો અને રાહ જુઓની નીતિ ઉપર કામ કરી રહ્યા છીએ. તેના આ નિવેદન પછી રોકાણકારો તરફથી એકદમ પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો છે અને તેણે રોકાણકારોમાં રિસ્ક એસેટમાં રોકાણની ભાવનાને પણ વેગ આપ્યો છે તેમ નિષ્ણાતોનું માનવું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન