Fragments of a plane found after a plane crash in Indonesia
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઈંડોનેશિયામાં વિમાન ક્રેશ થયા પછી મળી આવ્યા વિમાનના ટુકડા અને માનવ અવશેષો, જુઓ PHOTOS

ઈંડોનેશિયામાં વિમાન ક્રેશ થયા પછી મળી આવ્યા વિમાનના ટુકડા અને માનવ અવશેષો, જુઓ PHOTOS

 | 6:10 pm IST
  • Share

ઈંડોનેશિયા(Indonesia)ના અધિકારીઓએ કહ્યું છે કે, Boeing 737 વિમાન (Plane)ના ક્રેશ થયા પછી તેને સમુદ્રમાંથી માણસોના અવશેષો અને પ્લેનના કેટલાક ટુકડાઓ મળ્યા છે. રોયટર્સના રિપોર્ટ મુજબ ક્રેશ થયેલા વિમાનના બ્લેક બોક્સ (Black Box)માંથી સિગ્નલ પ્રાપ્ત થયા છે. શનિવારે જકાર્તાથી ઉડાન ભર્યાના થોડા સમયમાં Boeing 737 વિમાન ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં 62 લોકો સવાર હતા. વિમાને ઈંડોનેશિયા (Indonesia)ના પોંટિઅનક માટે ઉડાન ભરી હતી. ઈંડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના પ્રમુખ બગુસ પૂરૂહિતોએ કહ્યું કે, અમને બે જગ્યાએથી સિગ્નલ મળ્યા છે. જે વિમાનના બ્લેક બોક્સના હોય શકે છે.

ઈંડોનેશિયાના નેવીનું કહેવુ છે કે તેને કેટલાક માણસના અવશેષો અને વિમાનના ટાયરના ટુકડા અને અન્ય કેટલાક ભાગ મળ્યા છે. જે Boeing 737 વિમાનના જ હોઈ શકે છે. ઓળખાણ સાબિત કરવા માટે માણસનો અવશેષોને હોસ્પિલટ લઈ જવામાં આવ્યા છે. આ અવશેષો અને વિમાનના સામાનના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જુઓ PHOTOS..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન