France and Belgium qualified for the World Cup with victories
  • Home
  • Sports
  • Football
  • ફ્રાન્સ અને બેલ્જિયમે વિજય સાથે વિશ્વકપ માટે ક્વોલિફાઇ કર્યું

ફ્રાન્સ અને બેલ્જિયમે વિજય સાથે વિશ્વકપ માટે ક્વોલિફાઇ કર્યું

 | 7:49 am IST
  • Share

10 ગ્રૂપમાં જર્મની અને ડેનમાર્ક વિશ્વ કપમાં પોતાનું સ્થાન મેળવી ચૂક્યા છે 

એમબાપેના ચાર ગોલની મદદથી ફ્રાન્સે કઝાખસ્તાનને 80થી કચડી નાખ્યું

કાઇલિયાન એમબાપેના ચાર ગોલની મદદથી પાછલા ચેમ્પિયન ફ્રાન્સે કઝાખસ્તાનને 80થી કચડી નાખીને આગામી વર્ષે યોજાનારા ફૂટબોલ વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. બીજી એક મેચમાં બેલ્જિયમે એસ્ટોનિયાને પોતાના ઘરઆંગણે 31થી પરાજય આપીને વિશ્વકપમાં પોતાનું સ્થાન પાકંુ કરી લીધું હતું. બેલ્જિયમે બીજા સ્થાન પર ચાલી રહેલાં વેલ્સ ઉપર પાંચ પોઇન્ટની નિર્ણાયક લીડ મેળવી લીધી છે. વેલ્સે કાર્ડિફમાં બેલારુસને 51થી પરાજિત કર્યું હતું. વેલ્સની ટીમે ત્રીજા સ્થાન ઉપર ચાલી રહેલાં ચેક ગણરાજ્ય ઉપર ત્રણ પોઇન્ટની લીડ મેળવી લીધી છે. બીજા સ્થાન ઉપર રહેનારી ટીમને પ્લેઓફમાં રમવાનો મોકો મળશે. પાછલા વિશ્વકપમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલી નેધરલેન્ડની ટીમ મેમ્ફીસ ડેપાયના બે ગોલની મદદથી મોનટેનેગ્રો ઉપર 20ની લીડ સો વિશ્વ કપમાં સ્થાન મેળવવાની નજીક હતું ત્યારે છેલ્લી આઠ મિનિટમાં વિરોધી ટીમે બે ગોલ ફટકારી દઇને મેચને 22થી ડ્રો કરી હતી.

એમબાપે 1958 પછી ચાર ગોલ કરનારો ફ્રાન્સનો પ્રથમ ખેલાડી બન્યો 

ગ્રૂપ ડીમાં ફ્રાન્સની ટીમ પાર્સ ડેસ પ્રિન્સેસ સ્ટેડિયમમાં મેચ રમવા ઊતરી હતી. એમબાપે આ મુકાબલામાં 1958ના વિશ્વકપમાં જસ્ટ ફોનટેન પછી કોઇ મુકાબલામાં ચાર ગોલ કરવાવાળો ફ્રાન્સનો પ્રથમ ખેલાડી બન્યો છે. કરીમ બેનજેમાએ પોતાની ટીમ તરફથી 55મી અને 59મી મિનિટે ગોલ કર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો