કટ્ટરવાદના પ્રચારના આક્ષેપને કારણે ફ્રાન્સમાં 20 મસ્જિદોને લાગ્યાં તાળાં - Sandesh
  • Home
  • Main News
  • કટ્ટરવાદના પ્રચારના આક્ષેપને કારણે ફ્રાન્સમાં 20 મસ્જિદોને લાગ્યાં તાળાં

કટ્ટરવાદના પ્રચારના આક્ષેપને કારણે ફ્રાન્સમાં 20 મસ્જિદોને લાગ્યાં તાળાં

 | 12:12 am IST
  • Share

ફ્રાન્સ સરકારે ડિસેમ્બથી હાલ સુધીમાં 20 મસ્જિદ અને પ્રાર્થનાગૃહોને તાળાં માર્યાં છે. અધિકારીઓએ આક્ષેપ મૂક્યો હતો કે તે મસ્જિદ અને પ્રાર્થનાગૃહમાં કટ્ટરપંથી વિચારધારા શીખવાતી હતી. ફ્રાન્સના ગૃહપ્રધાન બર્નાર્ડ કૈજેઉન્વેએ મસ્જિદો બંધ થઈ હોવાની માહિતી આપી હતી. ગૃહપ્રધાને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે કટ્ટરવાદ સામે ચાલી રહેલાં અભિયાનના ભાગરૃપે 20 મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે.

ફ્રાન્સે આ નિર્ણય લીધા પછી ભારતમાં વસી રહેલી બાંગ્લાદેશની લેખિકા તસલિમા નસરીને કહ્યું હતું કે બાકીના દેશ આવો નિર્ણય ક્યારે લેશે? ટ્વિટ કરતાં તસલિમાએ કહ્યું કે ફ્રાન્સમાં કટ્ટરવાદીઓને પદાર્થપાઠ ભણાવવા 20 મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે. બાકીના દેશોએ આવાં પગલાં લેવાં જોઇએ?

સોમવારે ગૃહપ્રધાન બર્નાર્ડે કહ્યું હતું કે ફ્રાન્સમાં મસ્જિદો અને પ્રાર્થનાગૃહોમાં નફરત શીખવવામાં આવતી હતી. ફ્રાન્સમાં આવી પ્રવૃત્તિને કોઈ સ્થાન નથી. 20 મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થશે. એક ન્યૂઝ ચેનલે જણાવ્યા મુજબ ફ્રાન્સમાં આવેલી 2,500 મસ્જિદો અને પ્રાર્થનાગૃહો પૈકી 120 મસ્જિદ શકના ઘેરામાં છે. આ સ્થાનોમાં ર્ધામિક વિચારોનો પ્રચાર કરવાને સ્થાને કટ્ટરપંથની તાલીમ આપવામાં આવે છે.

તસલિમાની ટ્વિટને સંખ્યાબંધ લોકોએ લાઇક કરી હતી. કોઇકે એવી ટિપ્પણી કરી હતી કે ઇસ્લામનું લક્ષ્ય એક જ છે કે બીજાને તબાહ કરવા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો