France Denies Pakistan Pilots Were Trained On Rafale
  • Home
  • Featured
  • ફ્રાંસે પાકિસ્તાનનો હાથ ઝાટક્યો, રાફેલ ઉડાડવાની ટ્રેનિંગને લઈને કર્યો સનસની ખુલાસો

ફ્રાંસે પાકિસ્તાનનો હાથ ઝાટક્યો, રાફેલ ઉડાડવાની ટ્રેનિંગને લઈને કર્યો સનસની ખુલાસો

 | 6:29 pm IST

દુનિયાભરમાંથી હડધૂત કરવામાં આવી રહેલા આતંકી દેશ પાકિસ્તાનને હવે ફ્રાંસે એક તમાચો માર્યો છે. ફ્રાંસે પાકિસ્તાનના પાયલટને ઘાતક યુદ્ધ વિમાન રાફેલની ટ્રેનિંગને લઈને આંચકો આપ્યો છે.

ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતાં. અહેવાલ અનુંસાર પાકિસ્તાનના પાઇલટ્સને રાફેલ ફાઇટર પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાનના પાઇલટ્સની પ્રથમ બેચને નવેમ્બર 2017માં ટ્રેનિંગ આપી હતી. ઉલ્લેખનીય છે કે, કતારને પહેલાં રાફેલ ફાઇટર પ્લેન 6 ફેબ્રુઆરીના રોજ સોંપવામાં આવ્યા હતા. દસોલ્ટ પાસેથી મળેલી જાણકારી અનુસાર, કતારે મે 2015માં 24 રાફેલ ખરીદવા માટે સમજૂતી કરી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2017માં તેણે વધુ 12 રાફેલ ફાઇટર પ્લેન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ અગાઉ 24 વિમાનોની ડીલ 6.3 બિલિયન યુરોમાં થઇ હતી.

પાકિસ્તાન સંચાલિત ન્યૂઝ વેબસાઇટ www.thenews.com.pkએ જાન્યુઆરી 2018માં રિપોર્ટ પબ્લિશ થયો હતો કે, ખાડી દેશ કતારે પણ ફ્રાંસની ડેસોલ્ટ એવિએશન કંપની પાસેથી રાફેલ વિમાન ખરીદ્યા છે. ગત ફેબ્રુઆરીમાં જ આ યુદ્ધ વિમાનોની ડિલીવરી કરવામાં આવી હતી. એવા અહેવાલ સામે આવ્યા હતાં કે, પાકિસ્તાનના એક્ચેંજ પાયલટ જે કતારની વાયુસેના સાથે મળીને કામ કરે છે તેમને ફ્રાંસે રાફેલ વિમાન ઉડાડવાની ટ્રેનિંગ આપી હતી. જેને લઈને એવી ચર્ચએ જોર પકડ્યું હતું કે, જે દેશે રાફેલ ખરીદ્યા જ નથી તે દેશના પાયલટ ભારત પહેલા આ વિમાન ઉડાડતા શીખી ગયા છે.

જો કે, આ ફાઇટર પ્લેન બનાવનાર ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશને આવી કોઇ પણ પ્રકારની જાણકારીનો ઇન્કાર કર્યો છે. ફ્રાંસ સરકારના ભારતમાં રહેલા તેના રાજદૂત એલેક્ઝાન્ડર જિગ્લરે આ આહેવાલને પાયા વિહોણા ગણાવીને તેને ફગાવી દીધા હતાં. આ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે, ફ્રાંસ પાકિસ્તાનના કોઈ જ પાયલટને રાફેલ જેટ્સ ઉડાડવાની ટ્રેનિંગ નથી આપી રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન