બર્ફીલા પહાડ પર ફસાયેલા સ્કિયરનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ જોઇ કહેશો 'વાહ' - Sandesh
  • Home
  • Videos
  • બર્ફીલા પહાડ પર ફસાયેલા સ્કિયરનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ જોઇ કહેશો ‘વાહ’

બર્ફીલા પહાડ પર ફસાયેલા સ્કિયરનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ જોઇ કહેશો ‘વાહ’

 | 10:33 am IST

ફ્રાન્સના એક પાઇલટે આલ્પ્સ પર્વતની ટોચે બરફના ઢગલામાં ફસાયેલા એક સ્કિયરને બચાવી લેવા માટે અદ્ભુત સાહસ અને હુનર દેખાડયું હતું. પાઇલટે પહાડના ઢોળાવ પરથી થોડા અંતરે હેલિકોપ્ટર સ્થિર કરીને સ્કિયરને બચાવી લીધો હતો. બ્રિટિશ સ્કિઈંગ અનને સ્નોબોર્ડર્સ ગ્રૂપના સભ્ય બ્રૂનો આલ્પ્સ પર્વતની આંતર્ન પાસ પર જખમી થઈને પડયો હતો. તેને ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી. ગ્રૂપના સભ્યો તેને આવી હાલતમાં લઈ જઈ શકે તેમ નહોતો. ત્યારે ગાઈડે પોલીસને મદદ માટેનો ફોન કર્યો હતો.

આંતર્ન પાસ વિસ્તાર ઢોળાવ વાળો હોવાથી ત્યાં હેલિકોપ્ટર ઉતારવું મુશ્કેલ હતું. પાઇલટે આ વિસ્તારનો તાગ મેળવીને ઘાયલ સ્કિયર નજીક હેલિકોપ્ટર લઈ જવાનો નિર્ણય કર્યો. પાઇલટે હેલિકોપ્ટરને બર્ફીલા ઢોળાવથી થોડે દૂર અટકાવી દીધું અને આંખના પલકારમાં સ્કિયરને બચાવી લીધો હતો. આ દરમિયાન પાઇલટે હેલિકોપ્ટરનો આગળનો ભાગ નીચેની તરફ ઝૂકેલો રાખ્યો હતો. પાઇલટને ખબર હતી કે પર્વત નીચે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે તેથી તેણે હેલિકોપ્ટર નીચેની તરફ ઝુકાવીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ કામમાં જોખમ ઘણું હતું તેમ છતાં પણ પાઇલટ પોતાની સૂઝબૂઝથી હેલિકોપ્ટર ચલાવીને સ્કિયરને બચાવી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન