France Says, There will be no delay in supply of Rafale jets to India
  • Home
  • Featured
  • ચીનની સરહદે નાપાક હરકત વચ્ચે US બાદ ફ્રાંસ પણ ભારતની પડખે, આપ્યા સારા સમાચાર

ચીનની સરહદે નાપાક હરકત વચ્ચે US બાદ ફ્રાંસ પણ ભારતની પડખે, આપ્યા સારા સમાચાર

 | 11:33 pm IST

કોરોના મહામારીના કારણે ભારત અને અમેરિકા સહિત આખા યુરોપમાં લોકડાઉનની સ્થિતિ છે. જેના કારણે ભારતીય વાયુસેનાનો હવાઈ યોદ્ધો રાફેલ યુદ્ધ વિમાનની ડિલિવરીને લઈને સવાલો ઉભા થવા લાગ્યા હતાં. પરંતુ ફ્રાંસે ભારતની આ ચિંતા બરાબર ત્યારે જ દૂર કરી નાખી છે ત્યારે સરહદે ચીને ઉશ્કેરણીજનક હરકતો કરવાની શરૂ કરી દીધી છે.

ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમૈનુએલ લેનિને કહ્યું કે, ભારતને 36 રાફેલ લડાકુ વિમાનોની સપ્લાયમાં કોઈ વિલંબ થશે નહીં અને જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી તેનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે. ભારતે ફ્રાન્સની સાથે સપ્ટેમ્બર 2020માં 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે લગભગ 58 હજાર કરોડ રૂપિયા ખર્ચથી કરાર કર્યો હતો.

લેનિને જણાવ્યું હતું કે, રાફેલ વિમાનના કરાર પુરવઠાના કાર્યક્રમનો અત્યાર સુધી સન્માન કરવામાં આવ્યો છે અને હકીકતમાં કરાર મુજબ એપ્રિલના અંતમાં ફ્રાન્સમાં ભારતીય વાયુ સેનાને નવું વિમાન સોંપવામાં આવ્યું છે.

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 ઓક્ટોબરના ફ્રાન્સના એક એરપોર્ટ પર પ્રથમ રફેલ જેટ વિમાન મેળવ્યું હતું. રાજદૂતે કહ્યું, “અમે ભારતીય વાયુસેનાને શક્ય તેટલું વહેલી તકે ફ્રાન્સથી ભારત લઈ જવાની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યા છીએ. તેથી, આ અનુમાન લગાવવાનું કોઈ કારણ નથી કે વિમાનની ડિલિવરીના સમયપત્રકનું પાલન ન થયું હોવાનો થઈ શકશે.

ફ્રાન્સ કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસો સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને તે યુરોપના સૌથી અસરગ્રસ્ત દેશોમાંનો એક છે. દેશમાં 1 લાખ 45 હજારથી વધુ લોકો સંક્રમિત છે. જ્યારે 28,330 લોકોનાં મોત નીપજ્યાં છે. એવી આશંકા છે કે રાફેલ વિમાનના સપ્લાયમાં મહામારીના કારણે વિલંબ કરી શકે છે. જો કે, લેનિનએ કહ્યું કે વિમાનના પુરવઠા માટેની વાસ્તવિક સમયમર્યાદાનું પાલન કરવામાં આવશે.

ફ્રાંસે આ  જાહેરાત ત્યારે કરી છે ક્યારે ચીને લદ્દાખ અને સિક્કીમ સરહદે ઉંબાડીયા કરવાનું શરૂ કરી દીધું છે. ચીન અને ભારતના સૈનિકોની આ જુદા જુદા વિસ્તારોમાં ઝપાઝપી પણ થઈ હતી. ત્યાર બાદ ચીને અહીં સૈન્ય ખડકવાનું શરૂ કરી દીધું છે. હવે ભારત ચીનના કોઈ પણ પગલાનો આકરો જવાબ સફળતાપૂર્વક આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન