France will be Moving a Proposal at The UN to Ban Masood Azhar
  • Home
  • World
  • મસૂદ અઝહરને વૈશ્વિક આતંવાદી જાહેર કરવા ફ્રાન્સ ભારતની પડખે

મસૂદ અઝહરને વૈશ્વિક આતંવાદી જાહેર કરવા ફ્રાન્સ ભારતની પડખે

 | 9:18 pm IST

પુલવામા જિલ્લામાં થયેલા આતંવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારેય બાજુથી ઘેરવાનું શરૂ કરી દીધું છે. જેમાં ભારત દ્વારા પાકિસ્તાનમાં રહીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ ચલાવતો આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આંતકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માગ ઉઠી રહી છે. આ સમયે ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મંગળવારે ફ્રાન્સ ભારતના પક્ષમાં આવ્યું છે. આ મામલે ફ્રાંસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે થોડા સમયમાં જ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરશે.

ફ્રાન્સના આ નિર્ણયને ભારત માટે એક મોટી સફળતા ગણવામાં આવી રહી છે. જણાવી દઇએ કે પુલવામાં થયેલા આતંવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા લેવામાં આવી હતી. જ્યારબાદ ભારત દ્વારા આ આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન