France's Well Known Economist Praises PM Narendra Modi
  • Home
  • Business
  • ફ્રાન્સના જાણીતા અર્થશાસ્ત્રીએ મોદીના કર્યા વખાણ, જાણો શું કહ્યું?

ફ્રાન્સના જાણીતા અર્થશાસ્ત્રીએ મોદીના કર્યા વખાણ, જાણો શું કહ્યું?

 | 8:24 pm IST

દુનિયાનો લગભગ કોઇ એવો નેતા કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે કે જેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ નહીં કર્યા હોય, ત્યારે ફ્રાન્સના જાણીતા અર્થશાસ્ત્રી ગૉય સોરમેને પણ આ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. જાણીતા અર્થશાસ્ત્રી ગૉય સોરમેને નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓઓના ભરપેટ વખાણ કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારની સકારાત્મક અને સુસંગત નીતિઓએ ભારતીય ઉદ્યમશીલો માટે ધંધાનું ઉત્તમ વાતાવરણ સર્જ્યુ છે.

એક ઇન્ટરવ્યૂમાં સોરમેને જણાવ્યું હતું કે નાગરિકોએ કોઈ પણ સરકાર પાસેથી આર્થિક ચમત્કારની અપેક્ષા ન રાખવી જોઈએ. નરેન્દ્ર મોદીની યોજનાઓના કારણે ભ્રષ્ટાચાર વિરોધી નીતિને લીધે જ વેપારીઓ માટે પહેલાં કરતા વધારે સારો માહોલ સર્જ્યો છે. વચગાળાના બજેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખીને બજેટની રચના કરવામાં આવી છે. આ વખતના બજેટમાં મોદી સરકારે ખેડૂતોને વર્ષે રૂપિયા 6,000 આપવાની જાહેરાત કરી છે. આ સવાલના જવાબમાં સોરમેને જણાવ્યું હતું કે પછાત વર્ગના લોકોને આર્થિક મદદ કરવી એ અર્થશાસ્ત્રીઓના મતે સૌથી પ્રભાવશાળી માર્ગ છે.

દેશની વદ્ધિ અને રોજગારી અંગેના વર્તમાન વિવાદ વિશે સોરમેને પોતાનો મત રજૂ કરતા જણાવ્યું હતું કે ભારત વ્યાપક સ્વરૂપે ગ્રામીણ અર્થવ્યવસ્થા આધારિત છે. જ્યાં અનઔપચારિક અને વસ્તુ વિનિમયનું ચલણ છે. આ સ્થિતિમાં યોગ્ય આંકડાઓ પ્રાપ્ત કરવો મુશ્કેલ કામ છે. સૌથી મહત્ત્તવપૂર્ણ બાબત એ છે કે રોજગારી અને આવકોનો આકડો પ્રતિ વ્યક્તિનો હોય છે. આ આંકોડ આખા દેશનો ન હોઈ શકે. સરકાર જો સચોટ આંકડાઓ પ્રાપ્ત કરવા માંગતી હોય તો તેમમે ખાનગી ક્ષેત્રની મદદ લેવી જોઈએ અને સરકારી અને ખાનગી ક્ષેત્રના આંકડાઓ વચ્ચે સ્પર્ધા કરાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન