fraud-men-takes-money-from-nri-for-gau-sewa
  • Home
  • Nri
  • ગૌસેવાના નામે NRIને બનાવ્યો મૂર્ખ, છેતરપીંડી કરીને પડાવ્યા રૂપિયા

ગૌસેવાના નામે NRIને બનાવ્યો મૂર્ખ, છેતરપીંડી કરીને પડાવ્યા રૂપિયા

 | 5:12 pm IST

ઉત્તર પ્રદેશના મથુરામાં પોલીસે વૃન્દાવનના બે યુવકો વિરુદ્ધ ગૌસેવાના નામે અમેરિકામાં રહેનાર હૈદરાબાદના મૂળ નિવાસી પ્રવાસી ભારતીય આઈટી એન્જિનિયર પાસેથી 36 હજાર રૂપિયાની છેતરપીંડી કરવાના આરોપમાં ફરિયાદ નોંધી એક યુવકની ધરપકડ કરી લીધી છે.

પોલીસ અનુસાર, વર્તમાનમાં અમેરિકાના વૉશ્ગિટન ડીસીમાં રહેતા પવન બુજાડી બુધવારે પરિવારીજનો સહિત બ્રજદર્શન માટે વૃન્દાવન પહોંચ્યા હતા, જ્યાં તેમને બે યુવક મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે બન્ને યુવકોએ તેમને વૃન્દાવનના તમામ પ્રમુખ સ્થળ દેખાડવાના નામ પર ગોવિંદ દેવ મંદિર અને રંગજી મંદિરના દર્શન કરાવ્યા અને પત્થરપુરા વિસ્તારના બ્રજબિહારી ઠાકુર દાઉજી મહારાજ મંદિરમાં લઈ જઈને ગૌસેવા અને અન્નદાનના રૂપમાં એક લાખ ચઢાવવાનો આગ્રહ કર્યો હતો.

પોલીસ અનુસાર, તેમને ઈનકાર કર્યો તે બન્ને યુવકો દબાણ કરવા લાગ્યા અને વિભિન્ન પ્રકારના પ્રભાવમાં લઈને 35 હજાર 995 રૂપિયા મંદિરમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેઓ તાજમહેલ જોવા આગરા પહોંચ્યા હતા. ત્યાં તેમને એક સંબંધી દ્વારા જાણવા મળ્યું હતું કે, તેઓ છેતરપીંડીનો ભોગ બન્યા છે.

પોલીસે જણાવ્યું કે, ઘટના જાણ્યા બાદ તેઓ ગુરુવારે મથુરા જઈને વરિષ્ઠ પોલીસ અદિકારી બબલૂ કુમાર સાથે મુલાકાત કરી પોતાની આપવીતી સંભળાવી હતી. એસએસપીના આદેશ પર વૃન્દાવન પોલીસે તે બન્ને યુવકોની ઓળખ કરીને રૂપિયા પાછા અપાવ્યા હતા અને પવન બુજાડીના નિવેદન પર મામલો નોધાવીને તેમની તપાસ શરૂ કરી દીધી છે. કોતવાલી પ્રભારી સુબોધ કુમાર સિંહે મીડિયાને જણાવ્યું કે, આ પ્રકારના અન્ય કેસો પણ સામે આવ્યા છે.