Modi Government withdraw FRDI bill in Parliament
  • Home
  • Business
  • બેન્કોમાં વધુ સુરક્ષિત રહેશે તમારા પૈસા, મોદી સરકારનો મોટો નિર્ણય

બેન્કોમાં વધુ સુરક્ષિત રહેશે તમારા પૈસા, મોદી સરકારનો મોટો નિર્ણય

 | 3:05 pm IST

જો કોઇ એવો કાયદો બની જાય, જેનાથી બેન્કોમાં મૂકવામાં આવેલા તમારા પૈસા પર તમારો અધિકાર ના હોય તો શું થાય? આવું જ એક બિલ FRDI બિલ. આ લાગૂ થતાં જ બેન્કમાં જમા પૈસા પર તમારો હક ખત્મ થઇ શકે છે. પરંતુ હવે મોદી સરકારે આ બિલને રદ્દ કરી દીધું છે. તેનાથી તમારા પૈસા બેન્કોમાં સુરક્ષિત રહેશે અને તેના પર હક પણ તમારો જ રહેશે. વાત એમ છે કે મોદી સરકારે એક ખાસ કાયદામાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. હવે પૈસા વધુ સુરક્ષિત રહેશે. કારણ કે સરકાર બેન્કમાં જમા પૈસાની ગેરંટર છે. કાયદાની અંતર્ગત બેન્ક અને સરકાર બંને તમારા પૈસાની સુરક્ષા માટે બંધાયેલ છે.

શું છે આખો મામલો
વાત એમ છે કે સરકારે ફાઇનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્શયોરન્સ (FRDI) બિલ-2017ને ટાળવાનો નિર્ણય કર્યો છે. આ એ જ બિલ છે જેને લઇ છેલ્લાં કેટલાંય દિવસથી અલગ-અલગ સમાચારો મીડિયામાં વહેતા થયા હતા. મીડિયા રિપોર્ટ્સના મતે જો આ બિલ પાસ થઇ જાય તો સરકારની બેન્કોને ગેરંટર તરીકેની જવાબદારી સંપૂર્ણપણે ખત્મ થઇ જાય. આપને જણાવી દઇએ કે આ બિલથી બેન્કોની ફાઇનાન્સિયલ સ્થિતિ ખરાબ થવા પર તેમણે પૈસા પાછા આપવાનો ઇન્કાર કરવાનો અધિકાર મળી જાત. સાથો સાથ બેન્ક તેના બદલામાં શેર અને બોન્ડ ઓફર કરી શકતી હતી.

શું છે FRDI બિલ:
સરકારે આ બિલ બેન્કોને ડિફોલ્ટ કરવાની સ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે તૈયાર કર્યું હતું. તેના અંતર્ગત જ્યારે બેન્ક ડિફોલ્ટ કરી જાય છે તો એ સ્થિતિમાં બેન્કમાં જમા પૈસા પર તમારા કરતાં બેન્કોનો અધિકાર વધુ થઇ જાય છે. તે પોતાની સ્થિતિ સુધારવા સુધી તમારા પૈસા પરત આપવાનો ઇન્કાર કરી શકતો હતો. સાથો સાથ પૈસાના બદલામાં તમને બોન્ડ, સિક્યોરિટી, અને શેર આપી દે. બિલમાં ‘બિલ ઇન’નો પ્રસ્તાવ મૂકયો હતો. બેલ-ઇનનો મતલબ એ છે કે પોતાના નુકસાનની ભરપાઇ લેણદારો અને બચતદારોના પૈસામાંથી કરવામાં આવે. બિલમાં બેલ-ઇનથી બેન્કોને પણ આ અધિકારી મળી જાય.

કેમ પડી ગયું FRDI બિલ:
મીડિયા રિપોર્ટના મતે સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે. કારણ કે દેશભરમાં બિલના પ્રત્યે લોકોમાં ગેરસમજના લીધે ફેલાય રહી હતી. લોકોને એવું લાગી રહ્યું હતું કે બિલ પાસ થઇને જો કાયદો બને છે તો બેન્કોના ડિફોલ્ટ કરવા પર તેના જમા પૈસા પણ ડૂબી જશે. રિપોર્ટના મતે બિલને લઇ બેન્ક યુનિયનો અને પીએસયુ વીમા કંપનીઓએ વિરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન