ભાઈબીજના દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓની આપી આ ભેટ

આજે ભાઈબીજના પર્વ નિમિત્તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓની ભેટ આપી છે. રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલા મુસાફરોને મફતમાં મુસાફરી કરવાનો નિર્ણય રાજકોટ કોર્પોરેશને કર્યો છે. એટલે કે, સિટી બસ સહિત BRTSમાં પણ મહિલાઓને ભાડૂં ચૂકવવું નહીં પડે. ભાઈબીજના દિવસે રાજકોટ કોર્પોરેશનના આ નિર્ણયને લોકોએ આવકાર્યો હતો.
રાજકોટ શહેરનાં મેયરે આ અંગે જણાવ્યું કે, ભાઈ બહેનના પવિત્ર દિવસે બહેનો બહાર જતી આવતી હોય છે. ત્યારે બહેનોને કોઈ ટિકિટ ન લેવી પડે એટલા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, મહિલાઓ દિવસ દરમિયાન અનેક વખત વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.
તો ભાઈબીજના પર્વ પર મફત મુસાફરી કરવા મળતાં મહિલાઓમાં ખુશી પ્રસરી ગઈ હતી. આજના દિવસે મહિલાઓ ગમે તેટલી વખત બીઆરટીએસ બસની સેવાનો ઉપયોગ કરી શકશે. ફક્ત આજના દિવસે જ નહીં, પણ રક્ષાબંધનના તહેવારે પણ રાજકોટ કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહિલાઓની સાથે 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પણ મફતમાં મુસાફરી કરાવવામાં આવી હતી.
આ વીડિયો પણ જુઓઃ
મંત્રી જયેશ રાદડીયાનો ટીકટોક વીડિયો સામે આવ્યો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન