Free test and Treatment of Corona will Under Ayushman Bharat Scheme
  • Home
  • Business
  • મોદી સરકારે અધધ 50 કરોડ લોકોને આપ્યો લાભ, કોરોના વાયરસને લઈ કરી મોટી જાહેરાત

મોદી સરકારે અધધ 50 કરોડ લોકોને આપ્યો લાભ, કોરોના વાયરસને લઈ કરી મોટી જાહેરાત

 | 10:20 pm IST

કેન્દ્ર સરકારે શનિવારે એક નિવેદન જાહેર કર્યુ હતુ કે, પ્રાઈવેટ લેબ્લ અને હોસ્પિટલમાં થનાર કોરોના ટેસ્ટ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવશે. આ યોજનાના લાભાર્થિઓની સારવાર અને ટેસ્ટ ફ્રી થશે. સરકારી હોસ્પીટલમાં તેની તપાસ અને સારવાર પહેલાથી જ ફ્રી કરવામાં આવી રહી છે. લગભગ 50 કરોડથી પણ વધારે લોકોને આ યોજનાનો ફાયદો મળશે. આ ભારત સરકાર તરફથી ગરીબ તબક્કા માટે કરવામાં આવેલી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ દુનિયાની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય વીમા યોજના છે. જે હેઠળ દરેક પરિવારને વર્ષનું 5 લાખ રૂપિયાનું કવર મળે છે.

ગરીબો પર આ રોગની અસર ઓછી થશે

આ યોજનાના લાભાર્થીને ચેપ લાગવાની શંકા જણાઈ છે અને તેમને જો ખાનગી હોસ્પિટલમાં એકાંતમાં રહેવું પડે તો, તેનો ખર્ચ પણ આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવામાં આવશે. પ્રાઈવેટ લેબમાં આ ટેસ્ટ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે, સંકટની આ ઘડીમાં અમારે ખાનગી ક્ષેત્રને પણ કોરોના વાયરસ સામેની લડતમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનાવવા સક્રિયપણે સામેલ કરવુ પડશે. આયુષ્માન ભારત યોજના હેઠળ તપાસ અને સારવાર પ્રદાન કરવામાં ખાનગી હોસ્પિટલો અને લેબ્સનો સમાવેશ કરવાથી અમારી ક્ષમતાઓમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થશે અને ગરીબો પર આ રોગની અસર ઓછી થશે.

આ રાજ્યોમાં નથી આ યોજના

તેલંગાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળની સરકારે તેમના રાજ્યમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરી નથી. દિલ્હીએ પણ આ યોજના નાણાકીય વર્ષ 2020-21થી લાગુ કરી છે. આ પહેલા દિલ્હી સરકાર આ યોજનાનો વિરોધ કરી રહી હતી અને કહ્યું હતું કે, આયુષ્માન યોજના કરતાં તેમની પાસે પહેલેથી જ સારી યોજનાઓ છે.

દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 79

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો ખૂબ જ તેજીથી વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3378 પર પહોંચી ગઈ છે. કોરોનાની ચપેટમાં આવીને અત્યાર સુધીમાં 79 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સંકટ વચ્ચે પીએમ મોદીની અપીલ પર સંક્રમણ સામે લડવા માટે એકજુટતા દાખવવા માટેના અભિયાન હેઠળ દીવા અને મીણબતીઓ સળગાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન