ફ્રિડમ 251 સ્માર્ટફોનની ડિલીવરી શરૂ, 5000 ગ્રાહકોને મળ્યો ફ્રિડમ - Sandesh
  • Home
  • Technology
  • ફ્રિડમ 251 સ્માર્ટફોનની ડિલીવરી શરૂ, 5000 ગ્રાહકોને મળ્યો ફ્રિડમ

ફ્રિડમ 251 સ્માર્ટફોનની ડિલીવરી શરૂ, 5000 ગ્રાહકોને મળ્યો ફ્રિડમ

 | 6:44 pm IST

નોએડા સ્થિત સ્માર્ટફોન નિર્માતા કંપની રિંગિંગ બેલ્સે કહ્યું કે, તેણે ફ્રિડમ 251 સ્માર્ટફોનની ડિલેવરી શરૂ કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર 5000 ગ્રાહકોને અહી દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ડિલીવર કરી દેવામાં આવ્યો છે. રિંગિંગ બેલ્સના જણાવ્યા અનુસાર કેશઓન ડિલીવરી હેઠળ ઓડર આપનાર 65000 અન્ય ગ્રાહકોને 251 રૂપિયાની કિંમતવાળો આ સ્માર્ટફોનની ડિલીવરી શરૂ કરવામાં આવશે. કંપનીએ 25 લાખ Freedom 251 સ્માર્ટફોન વેચવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

7 કરોડ લોકોએ કર્યું રજિસ્ટ્રેશન
રિંગિંગ બેલ્સ તરફથી માત્ર 251 રૂપિયામાં સ્માર્ટફોનની ઓફર કરવા પર દેશના લગભગ સાત કરોડ લોકોએ ફ્રિડમ 251 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે સમયે આટલી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવાના કારણે કંપનીની વેબસાઈટ પણ ક્રેશ થઈ ગઈ હતી.

કંપનીને એક નિવેદનમાં કહ્યું છે કે, તેણે લોટરીની પ્રક્રિયાથી આ સ્માર્ટફોનની ડિલીવરી કરવાની શરૂઆત કરી છે. આ પ્રક્રિયા કેટલાક દિવસ પહેલા જ શરૂ કરી છે અને હવે લોકોને સ્માર્ટફોન મોકલવાની શરૂઆત કરી છે. કંપનીએ રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, જમ્મુ એન્ડ કાશ્મીર. મહારાષ્ટ્ર, એમપી, અને ઝારખંડમાં ગ્રાહકોને આ સ્માર્ટફોન મોકલવાની શરૂઆત કરી દીધી છે.

રિંગિંગ બેલ્સના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી મોહિત ગોયલે જણાવ્યું કે, કંપની પોતાના ગ્રાહકોથી કરેલ વચનને પૂરો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન